મહાનગર પાલિકા દ્વારા સમૂહ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી

574

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી અંતર્ગત મહિલા કોલેજ ખાતે સમૂહ વૃક્ષારોપણ કરી પર્યાવરણની રક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ‘સ્ટાર્ટ ટુ કેર, ક્લીન ધ એર’ની થીમ પર પર્યાવરણ જાગૃત્તિ વિષયક યોજાયો હતો.

આ પ્રસંગે વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરીને પર્યાવરણના જતન અને સંવર્ધનનો સંદેશ પાઠવતા મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, પર્યાવરણ જોખમાવાની વિકટ સમસ્યાના એક માત્ર ઉપાયરૂપે ‘વધુ વૃક્ષો વાવો’ની ઝુંબેશ અતિ અનિવાર્ય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ સામે લડવા વિશ્વ પર્યાવરણ દિવસે આપણે સૌ સંકલ્પ લઈને પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને સમૃદ્ધ અને ટકાઉ બનાવીએ એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

આ વેળાએ મંત્રી વિભાવરીબેન દવેએ ‘વર્ક એન્વાયરમેન્ટ’ વિષય અન્વયે શુદ્ધ પર્યાવરણની મહત્તા સમજાવી કામના સ્થળે તન અમે મનના આરોગ્ય જાળવવા પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિષદ છણાવટ કરી હતી.

Previous articleઘનશ્યામનગર પ્રાથમિક શાળામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી
Next articleમહાનગરપાલિકાના સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવી અંધ ઉદ્યોગ શાળાએ બાજીમારી