આઇસીસી વર્લ્ડ કપની એક મેચમાં આવતીકાલે વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જંગ ખેલાશે. બંને ટીમો તેના દેખાવને સુધારવા માટે ઉત્સુક છે. વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમોના દેખાવ પર નજર કરવામા ંઆવે તો વેસ્ટ ઇન્ડિઝે આ વખતે વર્લ્ડ કપ અભિયાનની જોરદાર શરૂઆત કરી હતી. નોટિગ્હામમાં ૩૧મી મેના દિવસે રમાયેલી આઇસીસી વર્લ્ડ કપની બીજી મેચમાં વિન્ડીઝે પાકિસ્તાનને કચડી નાંખીને જોરદાર શરૂઆત કરી હતી. તમામને પોતાના દેખાવથી વિન્ડીઝે ચોંકાવી દીધા હતા. જો કે ત્યારબાદ તેની ઓસ્ટ્રેલિયા સામે સહેજમાં હાર થઇ હતી. જો કે તેના દેખાવને જોતા હાલમાં દક્ષિણ આફ્રિકાની તુલનામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ વધારે મજબુત દેખાઇ રહી છે.આફ્રિકાની ટીમ હાલમાં ફ્લોપ રહી છે. તેની તમામ ટીમો સામે હાર થઇ છે. આફ્રિકાના કંગાળ દેખાવના કારણે તમામ ચાહકો હાલમાં હેરાન પણ દેખાઇ રહ્યા છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમના તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં દેખાઇ રહ્યા છે. ખાસ કરીને યુનિવર્સલ બોસ તરીકે લોકપ્રિય રહેલા ક્રિસ ગેઇલ પર તમામની નજર રહેશે. કેપ્ટન હોલ્ડર પણ બોલિંગ અને બેટિંગમાં જોરદાર દેખાવ કરવા માટે તૈયાર છે. ટીમમાં રસેલ અને બ્રેથવેટ તેમજ હોપ જેવા ખેલાડી છે.મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. સાઉથમ્પટન ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.તે પહેલા ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે.
આફ્રિકા : ડુ પ્લેસીસ (કેપ્ટન), હાસીમ અમલા, ડીકોક, વાનડેર, ડ્યુમિની, માર્કરામ, ડેવિડ મિલર, લુંગીગીડી, ક્રિસ મોરિસ, ફેલુકવાયો, પ્રિટોરિયસ, રબાડા, શામ્સી, ડેલ સ્ટેઇન, ઇમરાન તાહીર
વિન્ડીઝ : હોલ્ડર ( કેપ્ટન), ફેબિયન એલન, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો, કોટરેલ, ગેબ્રિયલ, ક્રિસ ગેલિ, હેટમાયર, શાઇ હોપ, લેવિસ, નર્સ, નિકોલસ પુરન, કેમર રોચ, આન્દ્રે રસેલ, થોમસ.