ઓસ્ટ્રે. સામે પોતાને સાબિત કરવા માગતા હતાઃ કોહલી

432

રવિવારે ટીમ ઈન્ડિયાએ પોતાના બીજા મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને ૩૬ રનોથી માત આપીને વર્લ્ડ કપમાં સતત બીજી જીત હાંસલ કરી છે. આ જીત બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, વર્લ્ડ કપથી ઠીક પહેલાં પોતાની અંતિમ વન-ડે સીરિઝમાં કાંગારૂઓથી મળેલી હાર ટીમના દિમાગમાં હતી, અને અમે ઓસ્ટ્રેલિયાની સામે પોતાને સાબિત કરવા માગતા હતા. બસ, તેને ધ્યાનમાં રાખીને પહેલા બોલથી જ અમે મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યા હતા.

જીત પર ખૂશી વ્યક્ત કરતાં કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ભારતમાં રમાયેલી ઓસ્ટ્રિલેયા સામેની પાંચ વન-ડેની સીરિઝમાં હાર બાદ આ અમારા માટે બહુ મોટી જીત છે. અમને કાંઈ સાબિત કરવું હતું. અમે એક ઈચ્છા સાથે આવ્યા હતા, અને અમારા ઓપનર્સે એક સારી શરૂઆત આપી હતી. આ એક સપાટ વિકેટ હતી, પણ હાર્દિક, હું અને ધોની એક પંકાયેલા ખેલાડી જેમ રમ્યા, જે એક કેપ્ટન માટે ખુશીની વાત હતી.

મેચ બાદ જ્યારે વિરાટ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરવા આવ્યો તો તેણે સમગ્ર ઘટના જણાવી હતી. વિરાટે કહ્યું કે, તે (સ્ટીવ સ્મિથ) ક્રિકેટ રમી રહ્યો છે, જે તેની સાથે થયું તે તેનો ભૂતકાળ હતો. ભારતીય ટીમના સમર્થક અહીં છે, તેવામાં હું નથી ઈચ્છતો કે, તેમને કારણે કોઈને ખરાબ લાગે અને એક ખોટું ઉદાહરણ રજૂ થાય. કોહલીએ કહ્યું કે, મને ખરાબ લાગ્યું, અને મે તેને કહ્યું કે, ફેન્સ તરફથી હું માફી માગુ છું.

આવું પહેલી મેચમાં પણ થયું હતું. પણ આ બિલ્કુલ ખોટું છે. તેનાથી જે ભૂલ થઈ છે, તે તેના માટે શર્મિંદા છે. અને માફી પણ માગી ચૂક્યો છે.

Previous articleરાફેલ વિવાદથી અમને કોઇ ફરક પડતો નથીઃ ફ્રાંસના મંત્રી જીન બાપટિસ્ટ લેમોયન
Next articleબનાસકાંઠાના ગામમાં ઝૂંપડામાં આગ લાગતાં બે બાળકો ભડથું, મહિલા દાઝી