493

વાવાઝોડાનાં પગલે લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્રની સાથે રહી હિરાભાઇની ટીમ

રાજુલા, તા.૧૨

આજરોજ વાયુ વાવાઝોડાના પગલે રાજુલા જાફરાબાદ તેમજ આસપાસના પંથકમાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા આખી ટિમ સાથે રહી બાળકો વડીલો યુવાનોને સલામત સ્થળે ખસેડ્યા હતા ફ્રુડ પેકેટ સહિતની વ્યવસ્થા કરી મહેસુલ વિભાગ રેવન્યુ વિભાગ પોલીસ તંત્ર પંચાયત વિભાગના કર્મચારીઓને સાથે રાખી આગમચેતી પગલાં સ્વરૂપે વ્યવસ્થાઓ કરી હતી આ ઉપંરાત જાફરાબાદ ના પીપળી કાંઠા વિસ્તારના લોકો ને સલામત  સ્થળે ખસેડવામાં આવેલ હતા  જાફરાબાદ માં તંત્ર દ્વારા  ગામડા માં પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી હતી આરોગ્યની ટીમ તેમજ પી જી ની સી એલ ની ટીમ દ્વારા પણ સતત લોકો ના સપૅક માં રહીને તાકેદારી રાખવા સૂચન કરેલ.

આજરોજ અતિ ભયંકર ‘વાયુ’ નામના વાવાઝોડાએ માજા મુકી છે. આજે રાત્રીના સમયે જાફરાબાદ, રાજુલા, વિકટરથી રોહીસા, ધારાબંદર સુધી પોલીસ સાથે રાખી લોકોને તેના ઘર બહાર નિકળી ને એક ભવ્ય ટેન્ટ બનાવી તેમાં બોટ માલિકોથી લઇ કાચા પાકા મકાનોમાંથી બહાર કાઢવા દરિયાકાંઠાના લોકોને પોલીસ સાથે રાખી સમજાવીને નાના નાના ભૂલકાઓ કે દરેક લોકો માટે ભોજન વ્યવસ્થા શરૂ કરાતા જાફરાબાદ આજુબાજુના ગામોના સરપંચો ગામ આગેવાનો સાથે સત્તા કોન્ટેકમાં રહેવા ચેતનભાઇ શિયાળ યુવા નેતા ભાવેશભાઇ સોલંકી સેવા હબજાવી રહ્યા છે. કેમકે આજે રાત્રે ખાબક્યું ‘વાયુ’ કેવી તારાજી સર્જે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. તેમ હિરાભાઇ દ્વારા લોકોને ખોટી અફવાથી દુર રહેવા પણ જણાવાયું છે. ડેપ્યુટી કલેકટર ડાભીએ રાજુલા તાલુકાના દરિયા કિનારાના ૬૦૦૦ લોકોેને સ્થળાંતર કરાયું તેમજ જાફરાબાદના ૧૩ ગામોના ૭૦૦૦ લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાવ્યું તેમજ પોલીસ બંદોબસ્ત  સાથે હાલ જરૂર જણાય ત્યાં લોકોને  સ્થળાંતર કરવા કાર્યવાહી શરૂ છે જેમાં કુદરતી પરિસ્થિતિ કેવી હશે તે કાંઇ નક્કી નથી પણ જનતા એ જ તંત્રને સાથ આપવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા જણાવ્યું છે.

Previous articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી
Next articleલોકોને સાવચેત રહેવા સમજાવાયા