મેચ જોવા પાસ માંગનાર મિત્રોને કોહલીએ કહ્યુંઃ ઘરે બેસીને મેચ જુઓ

607

ભારત પાક વચ્ચે વર્લ્ડકપ મુકાબલા માટે ટિકિટોની મારામારી છે ત્યારે ક્રિકેટ ટીમના પ્લેયરો પાસે પણ મેચના પાસની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ પણ આ વાત સ્વીકારી હતી. એક પત્રકારના સવાલના જવાબમાં કોહલીએ કહ્યુ હતુ કે, ખેલાડીએ આ લેવલની ટુર્નામેન્ટમાં પહેલેથી જ પરિચિતોને ટિકિટ માટે ના પાડી દેવી જોઈએ. મને મારા મિત્રોએ પૂછ્યુ હતુ કે, અમે પણ મેચ જોવા આવીએ ત્યારે મેં તેમને કહ્યુ હતુ કે, મને ના પૂછો, આવવુ હોય તો આવો નહીતર તમારા બધાની ઘેર સારા ટીવી છે. ઘરે બેસીને મેચ જુઓ.

કોહલીએ કહ્યુ હતુ કે, જો એક વખત તમે કોઈને ટિકિટ આપો તો પછી એ વાત ફેલાઈ જાય છે અને ટિકિટની માંગણી કરનારોની સંખ્યા વધી જતા વાર નથી લાગતી.

કોહલીએ કહ્યુ હતુ કે, ખેલાડીઓને પણ એક નિયત સંખ્યામાં પાસ મળે છે અને તેમાં તેમને પોતાના પરિવારના સભ્યોને પણ એડજેસ્ટ કરવાના હોય છે. એટલે હું તો એવો પ્રયત્ન કરતો હોઉં છું કે, લોકો પાસ જ ના માંગે.

Previous articleશૂટિંગ પૂર્ણ કરીને ઘરે જઇ બે કલાક સુધી નાહતો હતો : શાહિદ
Next articleWrold Cup 2019: રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ