ગઢડા ખાતે રથયાત્રા મુદ્દે પોલીસ વડાની બેઠક યોજાઇ

604

ગઢડા (સ્વામીના) મુકામે જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આયોજીત આગામી તા.૦૪-૦૭ ના રોજ યોજાનારી ૨૬મી રથયાત્રા અનુસંધાને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના અધ્યક્ષસ્થાને સમિતિ અને અગ્રણીઓની બેઠક યોજવામાં આવી હતી. ગઢડાના મામલતદાર ઓફીસ ખાતે સભાખંડમાં યોજાયેલ આ મીટીંગ દરમ્યાન ડી.વાય.એસ.પી. રાજદિપસિંહ નકુમ, પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી તથા મામલતદાર પીપળીયા ઉપરાંત નગરપાલિકા, પીજીવીસીએલ, હેલ્થ સેન્ટર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રથયાત્રા અનુસંધાને રથયાત્રા સમિતિના હોદ્દેદારો દ્વારા સમગ્ર આયોજનની વિગત દર્શાવી હતી. તેમજ રથયાત્રા માટે જરૂરી કામગીરી જેવી કે મોટા વૃક્ષોની ડાળીઓ, રસ્તાઓ ઉપરના ખાડા ટેકરા, રખડતા ઢોર, વીજ વાયરો, ઇમરજન્સી સારવાર તથા ફાયર ફાઇટર વિગેરે મુદ્દે તકેદારી માટે ચર્ચા વિચારણા કરી જે તે વિભાગને તકેદારી માટે સૂુચના આપવામાં આવી હતી. તેમજ આ મિટીંગ પૂર્ણ થયા બાદ પોલીસ વડા અને સ્ટાફ તથા રથયાત્રા સમિતિ દ્વારા સમગ્ર રૂટ ઉપર ચાલીને નિદર્શન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમ્યાન હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય તથા સામાજીક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલાની સેન્ટ થોમસ સ્કુલની મનમાની સામે એનએસયુઆઇનો રોષ : આંદોલનની ચીમકી