ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

509

કર્મચારીઓને એરીયર્સ ન ચૂકવાય તો હવે સેવાસદન સામે આંદોલન મંડળની ચીમકી

ભાવનગર મહાપાલિકાના કર્મચારીઓને બાકી નીકળતું એરીયર્સ આગામી જુલાઇ માસ સુધીમાં ચૂંકવણું નહીં થાય તો જાગૃત કર્મચારી મંડળ સહિતના મંડળોના આગેવાનોએ વહિવટી તંત્રને પત્ર લખીને આંદોલનના માર્ગે જવાની ચીમકી આપી છે. તેમ સહમંત્રી નટુભાઇ મોરીએ એક વાતચીતમાં વિગત જણાવી હતી. ૨૨૦૦ કર્મચારીઓને આવું એરીયર્સ ચૂકવવા તેમાં ૧૦૦૦, પેન્શનરોનો પણ સમાવેશ થાય છે. રકમ ૨૫ થી ૨૬ કરોડ થતી હોવાનો અંદાજ થવા જાય છે.

વડવા-અ વોર્ડમાં ૧૦૦ આંબાનું વાવેતર થશે : ચેરમેન રાબડીયા

વડવા અ વોર્ડના નગર સેવક ચેરમેન આરોગ્ય કમિટી રાજુભાઇ રાબડીયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ભાજપની ટીમે વોર્ડમાં આવતી સોસાયટીઓમાં ૧૫૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યાની વાત કરી છે. અને તેમાં ૧૦૦ આંબાના ઝાડ રોપવા તૈયારી કરી છે. અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની ગ્રાંટમાંથી ટ્રી ગાર્ડની વ્યવસ્થા કરી છે. કારોબારી સભ્ય રાજુભાઇ પંડ્યાનો ઉલ્લેખ પણ થયો છે. રાબડીયા નવીનતાવાળી કામગીરી કરવામાં ઉત્સાહ બતાવી રહ્યા છે. અગાઉ તેમણે રોગમુક્ત ભાવનગર અને પ્લાસ્ટીક મુક્ત ભાવનગરની વાત કરી પ્રજાને અપિલ કરી છે.

મહાનગરપાલિકાના પ્રથમ મેયર પંડ્યા લાંબા સમયે સેવાસદને આવ્યા

ભાવનગર મહાપાલિકાના પ્રથમ મેયર રમણીકભાઇ પંડ્યા કેટલાંક પ્રશ્નો અંગે ડે.કમિ.ગોવાણી અને પછી ડે.કમિ.રાઠોડને મળ્યા હતા. કોર્પોરેશનના પ્રથમ મેયર એવા પંડ્યા લાંબા સમયે સેવાસદને રજુઆત માટે આવ્યા હતા.

ઉર્મિલાબેન ભાલના પ્રમુખપદે બાંધકામ કમિટીની મળી ગયેલી બેઠક

ભાવનગર મહાપાલિકા બાંધકામ કમિટીની બેઠક ચેરપર્સન ઉર્મિલાબેન ભાલના પ્રમુખપદે મળેલ.બેઠકમાં ગીતાબેન વાજા, ઉષાબેન તનરેજા, કાંતાબેન મકવાણા, કિશોરભાઇ ગુરૂમુખાણી અને હરેશ મકવાણા હાજર રહેલ. બેઠકમાં વિભાગના જેસીબી વાહનના રીપેર પાર્ટસની ખરીદી, કમિટીમાં જાહેર થવા રોડના વાર્ષિક ભાવો એગ્રીમેન્ટ વિગેરે કાર્યવાહીને બહાલી અપાય હતી.

Previous articleબાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં બે પેવીંગ રોડનાં કામનું ખાતમૂહૂર્ત
Next articleરાજુલાના આહિર યુવાને રેસ્ક્યુ રોબોટ બનાવ્યો