ભાવનગર જીલ્લા જેલ ખાતે કેદીઓ માટે યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ

978

ભાવનગર જીલ્લા મધ્યસ્થ જેલ ખાતે ભાવનગર મેડિકલ કોલેજ તથા સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર મેડિકલ એસોસિએશન તથા કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થા દ્વારા જેલના તમામ કાચા-પાકા,અટકાયતી બંદીવાન ભાઈઓ, બહેનો, જેલના તમામ સ્ટાફ ગણ તથા તેમના પરિવારજનો માટે  સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં ઓર્થોપેડિક, મેડિસિન, સ્કિન એન્ડ વી.ડી, ઇ.એન.ટી, ડેન્ટલ, ઓપ્થોમોલોજી, સર્જરી, ગાયનેક, હ્રદયરોગ, લેબોરેટરી વગેરે જેવા રોગોની સારવાર તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવેલ. આ કેમ્પમાં જેલના કાચા પાકાં કામના ૧૮૩ પુરુષ તેમજ ૨૪ મહિલા કેદીઓ તથા ૧૨ જેટલા જેલ કર્મીઓનું સંપુર્ણ મેડીકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂરી સલાહ,માર્ગદર્શન તેમજ દવાઓ આપવામાં આવી હતી.

આ કેમ્પમાં સર.ટી. હોસ્પિટલ ભાવનગરના આર.એમ.ઓ.ડો. પી.એસ. આરદેશણા, ડો.એસ.પી સરવૈયા, ડો.દિવ્યાંગ મકવાણા, ડો.ભાવેશ સોનાગરા, ડો.ગવેન્દ્ર દવે, ડો. નિલેશ રામાનુજ, ડો. ચિંતન ભુવા, ડો. પુનિત ટાંક, ડો. શૈલેષ ગામીત, ડો. દિશા પટેલ તેમજ ઈન્ડીયન મેડીકલ એસોસિએશન ના ચેરમેન ડોક્ટર ભરતભાઈ ત્રિવેદી, કસ્બા અંજુમને ઇસ્લામ સંસ્થા ભાવનગરના એમ.આઇ. સોલંકી ડો.આસિફભાઈ પાંચા તેમજ જિલ્લા જેલના અધિક્ષક આર.બી.મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleસિહોર ભાજપ સંગઠન પર્વની કારોબારી મળી
Next articleઘોઘા તા.પં. પ્રમુખ સંજયસિંહ દ્વારા તાલુકાનાં આચાર્યો સાથે મીટીંગ કરી