’બેટિંગ રણનીતિ’ પર ન ટકી શક્યા, એટલે બે મેચ હાર્યા : ઇયોન મોર્ગન

534

ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનનું માનવું છે કે પોતાની ’બેટિંગ રણનીતિ’ પર ટકી ન રહેવાને કારણે તેણે વિશ્વકપમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો જેથી ટૂર્નામેન્ટ પૂર્વ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહેલી ટીમ માટે સેમિફાઇનલમાં સ્થાન મેળવવું મુશ્કેલ થઈ ગયું છે.

ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને મંગળવારે અહીં ટીમની હાર બાદ કહ્યું, ’આ મેચ અને છેલ્લી મેચમાં, અમે અમારી બેટિંગ રણનીતિના મૂળ પાસાને લઈને સંઘર્ષ કરવો પડ્યો.’

તેણે કહ્યું, મજબૂત ઈરાદા, ભાગીદારી કરવી અને વસ્તુને આપણી રીતે અંજામ આપવો- અમે આ વસ્તુને લાંબા સમય સુધી ન કરી શક્યા જેથી ૨૩૦ કે ૨૮૦ રનનો લક્ષ્ય હાસિલ ન કરી શકવો નિરાશાજનક છે.

ઓસ્ટ્રેલિયા સામે થયેલા પરાજય બાદ પીટરસને ટ્‌વીટ કરતા લખ્યું, ’મિશેલ સ્ટાર્કના પ્રથમ બોલ પર કેપ્ટન ઇયોન મોર્ગન જે રીતે સ્ક્વાયર લેગ તરફ ગયો, આ તેની ટેકનિકની નબળાઈ જણાવે છે. તેનાથી ખ્યાલ આવે છે કે આવનારો સમય ટીમ માટે કેટલો મુશ્કેલ થવાનો છે. મને નથી ખ્યાલ, પરંતુ મેં આજ સુધી આટલી સરળતાથી પોતાની નબળાઇ દેખાડતો કેપ્ટન જોયો નથી.’

Previous articleજીતના સિલસિલાને જાળવી રાખવા ભારત સુસજ્જ
Next articleસેમિમાં પહોંચ્યા છતાં સ્ટાર્કે કહ્યું, કોઈપણ સ્થિતિને હળવાશથી ન લઈ શકીએ