દામનગરમાં ન.પા. અધિક ઇજનેર સેવા નિવૃત્ત થતા વિદાય સમારોહ

654

દામનગર નગરપાલિકા ના અધિક ઇજનેર બી એલ ચાવડા સેવા નિવૃત થતા શાલ શિલ્ડ સન્માન પત્રો થી સન્માન  સાથે વિદાયમાન સમારોહ યોજાયો  વય મર્યાદા સેવા નિવૃત થતા વિદાય માન દામનગર નગર પાલિકા માં ફરજ બજાવતા બી એલ ચાવડા સને ૧૯૮૪ માં ગ્રામ પંચાયત માં ફરજ પર હાજર થઈ પછી નગર પંચાયત પછી પાછી ગ્રામ પંચાયત અને વર્ષ ૨૦૦૪ માં નગર પાલિકા માં રૂપાંતર થઈ અનેકો શાસક રાજકીય પક્ષો ના અગ્રણી ઓ સાથે કામ કરી ચૂકેલ બી એલ ચાવડા આજે વય મર્યાદાથી સેવા નિવૃત થતા ખૂબ મોટી સંખ્યા માં શહેરીજનો સામાજિક રાજસ્વી વેપારી અગ્રણી ઓ કર્મચારી ઓ ની વિશાળ ભવ્ય વિદાય માન અપાયું હતું દામનગર નગરપાલિકા કચેરી ના મીટીંગ હોલ ખાતે પાલિકાના ચીફ ઓફિસર ત્રિવેદી એસ આઈ, ભગભાઈ કોડિયાસર, એકાઉન્ટર અમિતભાઈ આચાર્ય, પંકજભાઈ દીક્ષિત, રજીસ્ટાર રીટાબેન યાદવ, મુકેશભાઈ ચૌહાણ, ભનુભાઈ રાજ્યગુરુ, નિવૃત કર્મચારી આર બી સોલંકી, પ્રદીપભાઈ હુમલ, હેમલભાઈ દવે, પવનભાઈ ડાભી, હાર્દિકભાઈ ભુવા, કોકિલાબેન જાપડીયા,  પ્રમુખ હરેશભાઇ પરમાર, સદસ્ય નિકુલભાઈ રાવળ, કિશોરભાઈ ભટ્ટ, એકતાબેન ડોડીયા, પત્રકાર નટવરગિરી બાપુ, વિનોદભાઈ જયપાલ, નટુભાઈ ભાતિયા, મધુભાઈ બોખા, જ્યંતીભાઈ ચાવડા, કાંતિભાઈ ગોહિલ, રસિકભાઈ ગોહિલ, સુરેશભાઈ ગોહિલ સહીત અનેકો સામાજિક રાજસ્વી વેપારી અગ્રણી મિત્રો પરિચિતો ની ઉપસ્થિતિમાં દામનગર નગરપાલિકા ના અધિક ઇજનેર બી એલ ચાવડા ને પ્રથમ ચીફ ઓફિસર ત્રિવેદી એ સાકર પડા શ્રીફળ અને શાલથી સન્માનિત કર્યા હતા પછી પાલિકા સદસ્યો અગ્રણીઓ એ પુષ્પગુંચ શાલ શિલ્ડ સન્માન પત્રોથી સન્માનિત સાથે વિદાય આપી હતી.

Previous articleરાજુલામાં પ્રથમ વરસાદે જ કરોડોના ખર્ચે બનેલ કેનાલ કડડ ભૂસ થઇ
Next articleરાજુલા હોમગાર્ડ કમાન્ડર ટીલાવતનો વિદાય સમારોહ