બાબરાના નાનીકુંડળ માધ્યમિક શાળામાં માત્ર એક શિક્ષિકા !

578

બાબરા તાલુકા ના નાનીકુંડળ ગામે ધોરણ ૯ અને ૧૦ ના અભ્યાસ ક્રમ માટે અમલ માં આવેલી માધ્યમિક શાળા માં અભ્યાસ કરી રહેલા ૧૨૪ વિદ્યાર્થી નું ભાવી અપૂરતા શિક્ષકો ના કારણે અંધકારમય હોવાનું  અને પૂરતા શિક્ષકો આપવા અંગે તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ભાલીયા દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા સમક્ષ પત્ર મારફતે રજુવાત કરવા માં આવી છે. તેમના પત્ર માં જણાવ્યા મુજબ બાબરા તાલુકા નું આંતરીયાળ અને છેવાડા ના નાનીકુંડળ ગામે રાજ્યસરકાર ના પ્રયાસ થી માધ્યમિક શાળાનું નવું બિલ્ડીંગ અમલમાં આવ્યું છે ગ્રામ્ય સાક્ષરતા માં સ્ત્રી વર્ગ અંદાજીત ૪૦ ટકા સાક્ષર જયારે પુરુષ ઉચ્ચ અભ્યાસ માં વધુ પાછળ છે જેમાં રાજ્ય સરકાર ના વિવિધ શેક્ષણિક કાર્યકર્મો અને વાલી વર્ગ તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ગ્રામ પંચાયત ના સહિયારા પ્રયાસો થી શિક્ષણ થકી સમાજ ઘડતર ની પ્રેરકતા થી પ્રાથમિક શિક્ષણ બાદ માધ્યમિક અભ્યાસ માટે વિદ્યાર્થી વર્ગ માં એક અભ્યાસ પર્ત્યે રૂચી પેદા થવા પામી છે જેના કારણે હાલ માધ્યમિક શાળા ધો.૯ માં ૮૬ અને ધો.૧૦ માં ૩૮ ની સંખ્યા છે પરંતુ માત્ર એક જ મહિલા શિક્ષિકા પોતાની નિષ્ઠા થી તમામ વર્ગ નું અભ્યાસ કાર્ય ચલાવે છે. જુદા જુદા વિષય માટે ના જરૂરી ક્લોરીફાઈડ શિક્ષકો ના અભાવે અભ્યાસ કાર્ય અંધકાર મય બન્યું છે અને અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થી ભાઈ બહેનો અપૂરતા સ્ટાફ ના કારણે અભ્યાસ પરત્વે અરુચિ થી આગળ નું શેક્ષણીક કાર્ય છોડવા ની નોબત આવે તેવી સ્થિતિ નિર્માણ થાય તે પહેલા વિદ્યાર્થી ના ભવિષ્ય ને ધ્યાને રાખી પૂરતા શિક્ષક આપવા માંગ કરી છે. પત્ર ના અંતે શાળા માં વિદ્યાર્થી ઓ પાસે અપૂરતા શિક્ષકો હોવા છતાં અભ્યાસ રૂચી અને વાલી તેમજ એક માત્ર શિક્ષકા ની નિષ્ઠા થી ધો.૧૦ ના પરિણામ માં અમરેલી જીલ્લા ની શાળા માં પ્રથમ રહી છે. માટે યોગ્ય કરવા વિધર્થી સહિત વાલી પરિવારો ની માંગ સંતોષવા જણાવ્યું છે.

Previous articleગઢડા, દામનગર સહિત પંથકમાં સર્વત્ર વરસાદ
Next articleજિ.ભાજપ ૨૦૧૯ સંગઠન પર્વ અંગેની કાર્યકારોની મળેલી મહત્વની બેઠક