આઈસીસી વનડે રેન્કિંગઃ ઈંગ્લેન્ડ સામે હારતા ભારતે નંબર-૧નો તાજ ગુમાવ્યો

488

ભારતીય ટીમે વનડે રેન્કિંગમાં નંબર-૧નો તાજ ગુમાવી દીધો છે. હવે તે બીજા સ્થાને પહોંચી ગયું છે. છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડ સામે પરાજય બાદ ભારતે એક પોઈન્ટ ગુમાવી દીધો છે જ્યારે ઈંગ્લેન્ડે એક પોઈન્ટ મેળવ્યો છે. તેવામાં ઈંગ્લેન્ડ ફરી નંબર-૧ પર પહોંચી ગયું છે.

ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વિશ્વ કપમાં યજમાન ટીમ સામે હાર્યા પહેલા ભારતીય ટીમ ૫ મેચ જીતીને અજેય રહી હતી. તેનો ફાયદો તેને આઈસીસી વનડે રેન્કિંગમાં મળ્યો હતો અને તે નંબર વન પર રહેલા ઈંગ્લેન્ડને પછાડીને પ્રથમ સ્થાને પહોંચી ગયું હતું. હવે આઈસીસીએ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. આ રેન્કિંગ પ્રમાણે ભારતીય ટીમે એક પોઈન્ટ ગુમાવીને નંબર-૧નો તાજ ગુમાવી દીધો છે. તો ઈંગ્લેન્ડ એક પોઈન્ટ મેળવી ટોપ પર પહોંચી ગયું છે.

આઈસીસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું કે, ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પરાજય બાદ વનડે ટીમ રેન્કિંગમાં ૧૨૩ પોઈન્ટ સાથે હાસિલ કરેલો નંબર-૧નો તાજ ગુમાવી દીધો છે. જ્યારે આ યાદીમાં ૧૨૨ પોઈન્ટ હાસિલ કરી નંબર બે પર રહેલા ઈંગ્લેન્ડે ભારતને હરાવતા એક પોઈન્ટ મળ્યો અને તે ૧૨૩ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.

આ યાદીમાં ઈંગ્લેન્ડ ૧૨૩ પોઈન્ટ સાથે નંબર વન પર છે. ભારત ૧૨૨ પોઈન્ટની સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ ૧૧૩ પોઈન્ટની સાથે ત્રીજા સ્થાન પર છે. ચોથા સ્થાન પર ૧૧૩ પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા છે. જ્યારે ૧૦૯ પોઈન્ટ સાથે આફ્રિકા પાંચમાં સ્થાને છે. છઠ્ઠા ક્રમે પાકિસ્તાન અને સાતમાં સ્થાને બાંગ્લાદેશ છે. ત્યારબાદ અંતિમ ત્રણ સ્થાનો પર ક્રમશઃ શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમ છે.

Previous articleઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની વચ્ચે આજે જંગ
Next articleછેલ્લા કલાકમાં લેવાલીની વચ્ચે સેંસેક્સમાં રિકવરી નોંધાઈ ગઇ