બોટાદ જિલ્લાના શિક્ષકોનો આપત્તિ વ્યવસ્થાપન તળે યોજાયેલો વર્કશોપ

549

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે ગુજરાત શાળા સલામતી કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે . જે અંતર્ગત આજરોજ બોટાદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો માટે  બે દિવસની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બોટાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ઇન્ચાર્જ ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી ડિમ્પલબેન તેરૈયા એ તાલીમ ની રૂપરેખા સમજાવી હતી માનવસર્જિત તેમજ કુદરતી આપત્તિઓ વિશે વિગતવાર  ચર્ચા કરી કરીને તારીખ ૧૫ જુલાઈ થી સમગ્ર રાજ્યમાં અમલમાં આવનાર શાળા સલામતી સપ્તાહ ની ઉજવણી ના આયોજન ને સફળતા આપવા સમગ્ર શિક્ષક પરિવારને તાકીદ કરી હતી. પ્રાથમિક સારવાર ,૧૦૮ ની કાર્યવાહી તેમજ આકસ્મિક સંજોગોમાં શિક્ષકની ભૂમિકા સમજાવતા  કુદરતી આપત્તિ કરતા માનવ સર્જિત આપત્તિઓ થી ઘણું બધુ નુકસાન જતું હોવાનું તેમણે જણાવ્યું હતું સેમિનારમાં આ પ્રસંગે નગરપાલિકાના ફાયર વિભાગના સ્ટાફે આગ લાગે ત્યારે કઈ કઈ સાવચેતી અને કેવા પગલાં ભરી શકાય તેની વિગતવાર સમજ આપી ઘણા બધા મોકડ્રીલ રજૂ કર્યા હતા. તો બોટાદ ૧૦૮ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર, પ્રાથમિક શાળાઓમાં વારંવાર બનતા આકસ્મિક સંજોગોમાં શિક્ષકો દ્વારા કઈ કઈ તકેદારી રાખવી જોઈએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. બોટાદ શહેરની નગરપાલિકા ના સભાખંડમાં યોજાયેલી  આ શિક્ષક તાલીમ માં બોટાદ જિલ્લાના રાણપુર અને ગઢડા તાલુકાના તમામ શાળાના આચાર્ય તેમજ શાળા દીઠ એક શિક્ષક ને તાલીમથી સુસજ્જ કરવાના શુભ આશય સાથે આગામી ૧૫ જુલાઈથી જિલ્લાની શાળાઓમાં શાળા સલામતી સપ્તાહ ની ઉજવણી નો આરંભ થશે.

Previous articleજંગલ ખાતા દ્વારા વૃક્ષો પ્રોટેક્શન સાધનો અપાય તો ૫૦૦૦ વૃક્ષો ઉજેરવા કોલ 
Next articleસખવદર ગામે દિપડો ત્રાટક્યો ૧૫ ઘેંટા-બકરાનાં મારણ કર્યા