મજુર, મહિલા, મધ્યમવર્ગ, મહેનતું લોકોને સ્પર્શતું બજેટ – સનત મોદી

603

કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારે કેન્દ્રીય મંત્રી મંડળની રચના બાદ આજે લોકસભાના ફ્લોર પર દેશના ઇતિહાસમાં બીજા નાણામંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મહિલા નાણામંત્રી તરીકે નિર્મલા સીતારામને આજે મજુર, મહિલા, મધ્યમવર્ગ અને મહેનતકશ (ખેડૂત)ને સ્પર્શતું સર્વ વ્યાપી રજુ કરેલ બજેટને શહેર ભાજપાએ આવકાર્યું હતું. અને પ્રજાની અપેક્ષા-આકાંક્ષા પૂર્ણ કરનારૂં વિકાસને ગતિ પ્રદાન કરતું બજેટ ગણાવ્યુ ંહતું.

બજેટ અંગે પ્રતિભાવ આવતા શહેર અધ્યક્ષ સનતભાઇ મોદીએ જણાવ્યું હતું કે દેશના નાણામંત્રી  નિર્મલા સીતારામને રજુ કરેલ બજેટ સરકારના શુશાસનનો નમૂનો છે. જેમાં પ્રજાલક્ષી અને દેશના તમામ લોકોને આવરતું સાર્વત્રીક અને સર્વસ્પર્શી બજેટ છે. તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય, કૃષિ,  મહેસુલ, માર્ગ-મકાન વગેરે ક્ષેત્રના બજેટમાં અનેક ગણો વધારો કરી અનેક ઘરો અને પરિવારો સુધી સરકારના લાભો સાકાર બનાવતા સરકારે ખરા અર્થમાં સૌનો સાથ, સૌનો વિકાસ સુત્રને સાર્થક બનાવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે મધ્યમવર્ગના લોકોને પ લાખ સુધીની ઇન્કમ ટેક્સમાં છુટ સાથે નાના અને મધ્યમ વર્ગના લોકોને હાઉસીંગ લોનમાં પણ ખુબ મોટી રાહત આપી દેશની બહુમત મધ્યમ વર્ગીય પરિવારોનું રોટી, કપડાં અને મકાનનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. ૨ કરોડ નવા ઘરો, ૭ કરોડ ઘરોમાં ઉજ્વલા યોજના અંતર્ગત ગેસ કનેકશન, ૫ કરોડ ઘરો સુધી વિજળી પહોંચાડવાના લક્ષ્યાંક સાથે સરકારે પ્રત્યેક ઘર અને મધ્યમ વર્ગીય પરિવારના જીવનમાં રોશની લાવવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત અસંગઠીત ક્ષેત્રના કામદારો કે જેના જીવનમાં મજુરી અને અંધારૂં સિવાય કંઇ જ ના હતું. આવા ૩૦ લાખ પરિવારોને શ્રમયોગી માનધન યોજના અંતર્ગત રૂા.૩૦૦ નું માસીક પેન્શન આપવા સાથે દેશના દોઢ કરોડ વાર્ષિક ટર્નઓવર વાળા નાના ૩ કરોડ વેપારીને પેન્શન આપવા સાથે દેશના દોઢ કરોડ વાર્ષિક ટર્નઓવર વાળા નાના ૩ કરોડ વેપારીને પેન્શન યોજનાનો લાભ આપી સરકારે મધ્યમ વર્ગના નાના વેપારીઓને મોટો ફાયદો આપ્યો છે. આ ઉપરાંત દેશની પ્રત્યેક મહિલાઓને મુદ્રા યોજના  નીચે ૧ લાખ સુધીની લોન અને જનધન ખાતામાં ૫ હજારનો ઓવરડ્રાફ્ટ સાથે મહિલા સશક્તિ કરણનું કાર્ય કર્યુ છે. પ્રતિ દિન ૧૩૫ કિ.મી. સડક સાથે દોઢ લાખ કિ.મી. સડક સાથે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના વડે વેપાર વાણિજ્ય અને પરીવહનમાં તેજી સાથે દેશના તમામ ક્ષેત્રો અને તમામ વિસ્તારમાં સરકારી યોજનાઓના બજેટમાં કરોડો રૂા.ની વૃદ્ધિ સાથે સમગ્ર દેશમાં વિકાસની ઉજ્જવળ તકો નિર્માણ કરી રાષ્ટ્રનો વિકાસ ઝડપી અને ગતિવાન બનાવતું બજેટ રજુ કરેલ છે.

Previous articleશહેર ભાજપ દ્વારા આજે તમામ વોર્ડમાં સદસ્યતા અભિયાન લોન્ચીંગ કરાશે
Next articleકેરિયરની શરૂઆતમાં ઘણી બધી તકલીફ પડી છે : સ્વરા