વર્લ્ડ કપ : સેમીફાઇનલ મેચ પહેલા ભારતીય ભારે ઉત્સુક

579

આઇસીસી વર્લ્ડ કપનો તાજ જીતવાથી હવે ભારતીય ટીમ બે મેચો દુર રહી છે. કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો આની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ભારતીય ટીમ હવે તાજ ગુમાવવા ઇચ્છુક નથી. હજુ સુધી શાનદાર દેખાવ સાથે ભારતીય ટીમ આગળ વધી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ભારતીય બોલરોનો દેખાવ પણ જોરદાર રહ્યો છે. રોહિત શર્મા વર્તમાન વર્લ્ડ કપમાં ચાર સદી ફટકારી ચુક્યો છે. તે જો વધુ એક સદી કરશે તો નવો રેકોર્ડ સર્જશે. વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઇ બેટ્‌સમેને હજુ સુધી એક વર્લ્ડ કપમાં પાંચ સદી કરી નથી. જેથી તેની પાસે તક રહેલી છે. પ્લેયર ઓફ ધ સિરિઝ બનવાની પણ તેની પાસે તક રહેલી છે.

ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઇનલમાં પ્રવેશી ચુકી છે. ભારતીય ટીમ હજુ સુધી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. તે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર પહોંચી જવા માટે ઇચ્છુક છે.  સેમીફાઇનલમાં ચાર ટીમો નક્કી થઇ ચુકી છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ સામેલ છે. ભારત અને ઇંગ્લેન્ડ પણ સેમીફાઇનલમાં પહોંચી ચુક્યા છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની રચના કરવામાં આવી હતી.  ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરી રહી છે.    ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.

૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી. વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ,પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામેલ છે. જો કે હવે પ્રથમ તબક્કાની મેચો પૂર્ણ થઇ છે. સેમીફાઇનલમાં ચાર ટીમો આવી ચુકી છે. બાકી ટીમો બહાર થઇ ચુકી છે. બહાર થયેલી ટીમોમાં પાકિસ્તાન પણ સામેલ છે.  એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. વિરાટ કોહલીએ હજુ સુધી કોઇ સદી કરી નથી પરંતુ તે ધરખમ ફોર્મમાં છે અને દરેક મેચમાં અડધી સદીથી ઉપરના સ્કોર સાથે આગળ વધી રહ્યો છે. જો કે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની  હાલમાં અપેક્ષા કરતા નબળો દેખાવ કરી રહ્યો છે.

તેના નબળા દેખાવની ટિંકા પણ થઇ રહી છે. તેની ધીમી બેટિગના કારણે ટિકા થઇ ચુકી છે. એવા પણ હેવાલ આવી રહ્યા છે કે તે વર્લ્ડ કપ બાદ નિવૃતિ લેનાર છે. વર્લ્ડ કપમાં આ વખતે તમામ ટીમો કરતા યજમાન ઇંગ્લેન્ડની ટીમ પણ વધારે જોરદાર ફોર્મમાં છે. ટીમના રોય, રૂટ, બેરશો, બટલર અને બેનસ્ટોક્સ જેવા ખેલાડી રહેલા છે. કેપ્ટન મોર્ગન પણ ખતરનાક સાબિત થઇ શકે છે.

Previous articleપાક કોચ મિકી આર્થરનો આઈસીસીને નેટ રન રેટ પર પુનર્વિચારનો આગ્રહ
Next articleધોનીએ ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો :BCC