વર્લ્ડ કપ : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇટ ટુ ફિનિશનો તખ્તો ગોઠવાયો

726

માન્ચેસ્ટરના  ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની સામે ટકરાશે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ તરીકે રહે તેવી શક્યતા છે. મેચને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ભારત પોતાની છેલ્લી મેચમાં શ્રીલંકાને હાર આપ્યા બાદ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે અને તે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર રહેલી ન્યુઝીલેન્ડની ટીમ સામે આવતીકાલે ટકરાશે.ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વર્તમાન વર્લ્ડ કપમાં લીગ તબક્કામાં વરસાદ પડી જવાના કારણે આમને સામને આવી શકી ન હતી. વરસાદના કારણે આ મેચ ધોવાઈ ગઈ હતી. જેથી બંને ટીમોની કસોટી થનાર છે. સેમિફાઇનલની વાત કરવામાં આવે તો ઇતિહાસ ભારતીય ટીમની સાથે દેખાય છે. વિશ્વકપના ઇતિહાસની વાત કરવામાં આવે તો ભારતે હજુ સુધી સાત સેમિફાઇનલ મેચો રમી છે જે પૈકી ચારમાં જીત મેળવી છે જ્યારે ન્યુઝીલેન્ડે આઠ સેમિફાઇનલ મેચો રમી છે જેમાં એકમાં તેની જીત થઇ છે. જેથી ન્યુઝીલેન્ડને સેમિફાઇનલ માટેના ચોકર્સ તરીકે ગણવામાં આવે છે. ભારતીય ટીમ સાત વખત સેમિફાઇનલમાં પહોંચી છે જે પૈકી ત્રણ વખત જીત મળી છે. ૧૯૮૩, ૨૦૦૩, ૨૦૧૧માં તેની જીત થઇ છે જ્યારે ૧૯૮૭, ૧૯૯૬, ૨૦૧૫માં હાર થઇ છે. ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એક વખત ૨૦૧૫માં સેમિફાઇનલમાં જીત મેળવી શકી છે. ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે ઓલ્ડટ્રેફર્ડ અથવા તો માનચેસ્ટર મેદાન ખાતે રમાયેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે એક મેચ રમી છે. ૧૯૭૫માં રમાયેલી આ મેચમાં ભારતની હાર થઇ હતી. આ મેદાન પર ભારતે કુલ ૧૦ મેચો રમી છે જે પૈકી પાંચમાં જીત અને પાંચમાં હાર થઇ છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર પાકિસ્તાનની સામે ભારતે આજ મેદાન પર બનાવ્યો હતો. ભારતે પાંચ વિકેટે ૩૩૬ રન આજ વર્લ્ડકપમાં બનાવ્યા છે. ડકવર્થ લુઇસ અનુસાર ભારતે આ મેચ ૮૯ રને જીતી લીધી હતી. રોહિત શર્મા આ મેદાન પર ભારત માટે સૌથી વધારે રન બનાવી ચુક્યો છે. બે મેચમાં તેના ૧૫૮ રન અને વેંકટેક્સ પ્રસાદની બે મેચમાં સૌથી વધુ સાત વિકેટ છે. રોહિત શર્મા વર્તમાન વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી ચુક્યો છે. તે કોઇ એક વર્લ્ડ કપમાં સૌથી વધારે સદી ફટકારનાર બેટ્‌સમેન તરીકે રહ્યો છે. તેને હજુ પણ વધુ એક સદી ફટકારી દેવાની તક રહેલી છે. આવતીકાલની મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગે કરવામાં આવનાર છે. ટોસ મેચમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે તેવી શક્યતા છે. વર્લ્ડ કપમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં હજુ સુધી આઠ મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડની ટીમ ભારત પર સહેજમાં લીડ ધરાવે છે. ન્યુઝીલેન્ડે ભારત પર ચાર જીત મેળવી છે. ભારતે ત્રણ જીત મેળવી છે. એક મેચનુ પરિણામ આવી શક્યુ નથી. છેલ્લે વર્લ્ડ કપ ૨૦૦૩માં બંને ટીમો સામ સામે આવી હતી. એ વખતે ભારતીય ટીમે સાત વિકેટે જીત મેળવી હતી. કેપ્ટન કોહલી અને ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનની કસોટી થનાર છે. ન્યુઝીલેન્ડની પાસે પણ ધરખમ ખેલાડી છે. જેમાં માર્ટિન ગુપ્ટિલ, મુનરો, રોસ ટેલરનો સમાવેશ થાય છે. મેચમાં જો વરસાદ વિલન નહીં બને તો ક્રિકેટ ચાહકોને રોમાંચક મેચ  જોવા મળશે. જો કે છેલ્લા ત્રણ દિવસથી વરસાદના કારણે તમામ મેચો બગડી ગઇ છે. મેચોને રદ કરવાની ફરજ પડી રહી છે. આયોજકો પણ વર્લ્ડ કપમાં એકાએક ફેલાયેલી નિરાશાને લઇને હેરાન છે. ચિંતિત પણ છે. મેચનુ પ્રસારણ આવતીકાલે ઓવલથી ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. ભારતમાં મેચને લઇને વધારે રોમાંચની સ્થિતી પ્રવર્તી રહી છે.વિરાટ કોહલી પણ ફોર્મમાં આવી ચુક્યો છે. બોલિંગમાં જશપ્રીત બુમરાહ પણ તમામ ચાહકોની નજર રહેશે. આ મેચને લઇને જોરદાર ઉત્સાહ ભારતમાં પ્રવર્તી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય ચાહકો મેચ જોવા માટે મેદાનમાં પણ રહે તેવી શક્યતા છે. બંને ટીમો જીતની બાજી લગાવી દેવા માટે તૈયાર દેખાઇ રહી છે. ભારતીય ટીમની પણ આવતીકાલે કસોટી થનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. જેમાં રોહિત શર્મા, ડેવિડ વોર્નરનો સમાવેશ થાય છે.  વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. વર્તમાન વર્લ્ડ કપની ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. બંને ટીમો નીચે મુજબ છે.

ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી,

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ.

Previous articleદિશા પટનીને ચોકલેટ ખુબ જ પસંદ
Next articleબ્લેક મન્ડે : સેંસેક્સમાં ૭૯૨ પોઇન્ટનો ઉલ્લેખનીય ઘટાડો