ધોનીએ ૩૫૦મી વન-ડે રમીઃ સચિન બાદ બીજો ખેલાડી બન્યો

500

વિશ્વ કપ ૨૦૧૯ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેદાન પર ઉતરતા જ ભારતીય વિકેટકીપર-બેટ્‌સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચી દીધો છે. આ ધોનીના વનડે કરિયરની ૩૫૦મી મેચ છે અને તે હવે ભારત તરફથી સચિન બાદ ૨૫૦ વનડે મેચ રમનાર બીજો ખેલાડી બની ગયો છે.

ધોનીએ ટીમ ઈન્ડિયા માટે ૩૪૭ વનડે મેચ રમી છે જ્યારે એશિયા ઇલેવન તરફથી ૩ મેચ રમી છે. વનડે ક્રિકેટમાં ૩૫૦ મેચ પૂરી કરનાર ધોની વિશ્વનો દસમો અને ભારતનો બીજો ક્રિકેટર બની ગયો છે. વિશ્વમાં સૌથી વધુ વનડે મેચ રમનાર ખેલાડીઓમાં ભારતનો પૂર્વ બેટ્‌સમેન સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. સચિને કુલ ૪૬૩ વનડે મેચ રમી છે. ત્યારબાદ બીજા નંબર પર શ્રીલંકાનો માહેલા જયવર્ધને છે જેણે ૪૪૮ મેચ રમી છે. આ સિવાય કુમાર સાંગાકારા ૪૦૪ મેચ, શાહિદ આફ્રિદી ૩૯૮ વનડે મેચ, ઇંઝમામ ઉલ હક ૩૭૮ મેચ, રિકી પોન્ટિંગ ૩૭૫ મેચ, વસીમ અકરમ ૩૫૬ મેચ અને મુથૈયા મુરલીધરને ૩૫૦ વનડે મેચ રમી છે.

Previous articleજસપ્રીત બુમરાહે વિશ્વ કપ ૨૦૧૯મા બનાવ્યો અનોખો રેકોર્ડ, તમામ બોલરોને છોડ્‌યા પાછળ
Next articleWrold Cup 2019: રિવાબાએ વ્યક્ત કરી ખાસ ઈચ્છા, કહ્યું ’મારી ઈચ્છા છે કે રવિન્દ્ર….’