ભયંકર રીતે પ્રસરી રહેલા ઝેરી ઘાસ માટે અભિયાનની આવશ્યકતા

549

અબોલ જીવો માટે સામુહિક અભિયાન ની આવશ્યકતા કુદરત ના આર્શીવાદ સમા વરસાદ થી ત્રાંબા વરણી ધરતી પર લીલી ચાદર બિચાવ્યા નો ભાસ કરાવતી વસુંધરા પર વિકરાળ રીતે પ્રસરી રહ્યું છે ઝેરી પાર્થેનિન યુક્ત ઘાસ ચિંતાજનક અભેટી કૃષિ યુનિ ના વૈજ્ઞાનિક નું તારણ આ ગાજર જેવા બી ધરાવતા ઘાસ ને ગાજરીયું ઘાસ કહેવામાં આવે છે સર્વત્ર વિકરાળ રીતે સ્વચ્છતા અભિયાન જેમ વેગ આપવો આવશ્યક સરકાર ની એકલા હાથે દૂર થઈ શકે નહીં જન ભાગીદારી થી આ અભિયાન ચલાવી અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ બની શકે સંપૂર્ણ પશુ પાલન પર નભતા દેશો ની વ્યવસ્થા ને અનુચરવું યોગ્ય રહેશે.

ગૌચર નદી નાળા ના પટ રોડ રસ્તા ની બંને બાજુ સરકાર કચેરી શાળા સ્કૂલ કોલેઝ ના મેદાનો સહિત ભયંકર રીતે પ્રસરી રહેલ આ ઝેરી ઘાસ અસાધ્ય અનેકો રોગ માટે નું માનવ અને અન્ય જીવો માટે જોખમ કારક છે તેની દુરસ્તી માટે માત્ર સરકાર એકલા હાથે હટાવી ન શકે તેવી ભયંકર માત્ર માં ફેલાયેલ આ ઘાસ માટે એક સામુહિક અભિયાન આવશ્યક છે.

સામાજિક શેક્ષણિક સ્વૈચ્છિક ધાર્મિક રાજસ્વી સંસ્થા ઓ સરકારી કચેરી ઓ વિવિધ જ્ઞાતિ મંડળો સંગઠનો સહિયારી ફરજ સમજી આ અભિયાન શરૂ કરે તો અબોલ જીવો માટે આશીર્વાદ રૂપ બની શકે સંપૂર્ણ પશુપાલન પર નભતા દેશો ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા જેવા દેશ માં પ્રોષ્ટીક ઘાસ સર્વત્ર ઉગે તે માટે બજેટ જોગવાઈ કરાય છે.

દરેક રાજ્ય સરકારો દર વર્ષ ની ૩૧ માર્ચે જાહેર જમીન જાળવણી પાછળ કુલ બજેટ ના બે ટકા નાણાં કાગળ પર ફાળવે છે પણ બે પગાળા આખલા જમી જાય છે નહિતર આવી વિકરાળ સ્થિતિ હોય ખરી ? આ અખાદ્ય ઘાસ અનેક રીતે  નુકશાન કરતા હોવા નું કૃષિ યુનિ ના વૈજ્ઞાનિકો નું સ્પષ્ટ તારણ પારથેંનીન ઝેરી તત્વ યુક્ત ઘાસ માનવ અને અન્ય જીવો માટે જોખમ કારક છે  અખાદ્ય ઘાસ નું બી ક્યાંથી આવ્યું ? કેવી રીતે આવી ભયંકર રીતે ઊગી નીકળ્યું ? વિકરાળ રૂપે સર્વત્ર ફેલાઈ રહેલ ઘાસ નો નાશ કરવા કોઈ ઉપાય ખરો ? અંગે રાજ્ય વ્યાપી અભિયાન ચલાવવું જરૂરી સર્વત્ર સાંભળવા મળતી આ ઝેરી ઘાસ ની ફરિયાદો અને સરકાર વિચારે તે જરૂરી છે.

Previous articleસાવરકુંડલાનાં માનવ મંદિરે વ્યાસ પૂર્ણિમાએ અભિનેત્રી સુજાતા મહેતા ચિત્કાર નાટક ભજવાશે
Next articleઉનાના RTI કાર્યકર્તાના જીવ પર જોખમ હોય રક્ષણ આપવા યુવા કોળી સમાજની માંગ