સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં રાજ્ય કક્ષાના સર્વોચ્ચ એવોર્ડ અંગે માહિતી મેળવતા શાળાના બાળકો

519

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉડ ગાઇડ સંઘ દ્વારા ગત રવિવારના રોજ સ્કાઉટ-ગાઇડ પ્રવૃત્તિમાં રાજ્યકક્ષાનો સર્વોચ્ચ એવોર્ડ એવા રાજ્યપાલ એવોર્ડ અંગે ભાવનગર શહેરની ૧૬ શાળાના સ્કાઉટ ગાઇડને માહિતી દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે આપવામાં આવી.

સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં વિદ્યાર્થી પાંચમાં ધોરણ થી જોડાઇને ત્રણ વર્ષ સળંગ પ્રવૃત્તિ કર્યા બાદ રાજ્ય પુરસ્કાર એવોર્ડ માટે એપ્લાય થઇ શકે છે. શિસ્ત, સેવા, સાહસ અને ચારિત્ર્ય ઘડતરનાં મુખ્ય ઉદ્દેશ સાથે બાળકને એક સારો અને ઉમદા નાગરિક બનવા માટે તબક્કાવાર આ પ્રવૃત્તિ દ્વારા તાલીમ આપવામાં આવે છે. અને બાળકનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે અને રાજ્યપાલ એવોર્ડ મેળવનાર સ્કાઉટ ગાઇડ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે એપ્લાય થઇ શકે છે. સમગ્ર પ્રવૃત્તિની માહિતી ગાઇડ કમિશ્નર દર્શનાબેન ભટ્ટ તેમજ જિલ્લા મંત્રી અજયભાઇ ભટ્ટ દ્વારા આપવામાં આવેલ.

Previous articleટીંબી પ્રા.આ.કેન્દ્ર ખાતે વિશ્વ વસ્તી પખવાડીયાની ઉજવણી
Next articleશિશુવિહાર દ્વારા સવાઇનગરમાં આરોગ્ય કેમ્પ