માહીએ ટી-૨૦ ફોર્મેટમાં રમવુ જોઈએ : કેશવ બેનર્જી

458

ભારતના વર્લ્ડ કપની સફર સેમિફાઈનલમાં રોકાતા મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસ પર અટકળો લાગવાની શરૂ થઈ ગઈ છે. ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ ક્યારે લેશે? આ મુદ્દો દેશવ્યાપી ચર્ચાનો વિષય બની ગયો છે. આ દરમિયાન ધોનીના બાળપણના કોચ કેશવ બેનર્જીએ કહ્યુ કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન ટી-૨૦ વર્લ્ડ કપ સુધી રમવાની ચાલુ રાખી શકે છે.

તેમણે કહ્યુ મારુ માનવુ છે કે માહીએ ટી-૨૦ ફોર્મેટમાં રમવુ જોઈએ. ૫૦ ઓવરની વિકેટકીપિંગ અને બેટિંગની સાથે વન ડે રમવુ શરીર માટે ઘણુ અઘરુ છે.

બોલર અને ફિલ્ડરોની મદદ કરવાના દબાણના કારણે તે હંમેશા મેદાન પર એક્શનમાં રહે છે.

ધોનીનું હાલની ફિટનેસથી જાણ થાય છે કે રમતના સૌથી પ્રારૂપમાં આ પર્યાપ્ત છે. મને લાગે છે કે તે આવનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં રમી શકે છે.

ધોનીના સંન્યાસ પર અત્યાર સુધી ભારતીય ખેલાડી કે બીસીસીઆઈ તરફથી કોઈ નિર્ણય લેવાયો નથી પરંતુ બેનર્જીનું માનવુ છે કે આ વિશે જલ્દી જ નિર્ણય લેવો જોઈએ.

Previous articleવર્લ્ડ કપમાં હાર બાદ શ્રીલંકામાં …તમામ કોચિંગ સ્ટાફને કાઢી મૂકાશે..!!
Next articleદબંગ-૩ સાથે તેના કોઇ પણ લેવાદેવા જ નથી : મલાઇકા