હાદાનગરમાંથી વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

743

ભાવનગર જિલ્લાના મે. પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, ના.પો.અધિ. એમ.એચ.ઠાકરનાં માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.એમ.રાવલ સા. તથા ડી.સ્ટાફનાં માણસો એ.એસ.આઇ. પી.પી.રાણા, જી.ડી.ચુડાસમા, ડી.કે.ચૌહાણ, સત્યજીતસિંહ ગોહીલ, નીલમબેન વીરડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, હાદાનગર રેલ્વે નાકા આશાપુરા પાનનાં ગલ્લા પાસે જાહેરમાં રાહુલભાઇ જેશીંગભાઇ ગોહેલ ઉ.વ.૩૫ રહે.હાદાનગર સત્યનારાયણ સોસા.-૧ ભાવનગરવાળો વરલી મટકાનાં આંકડા લખી જુગાર રમી રમાડતો હોય મળી આવતા તેના કબ્જામાંથી વરલીના આંકડા લખેલ ચીઠૃી નંગ-૧ તથા  બોલપેન-૧ તથા રોકડા રૂા.૧૧,૩૪૦/- મળી કુલ કિં.રૂા.૧૧,૩૪૨/-નાં મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેની જુ.ધા. કલમ ૧૨ (અ) મુજબનો ગુન્હો કરેલ હોય જેથી તેના સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Previous articleસીઆઇએસએફ દ્વારા એરપોટ પર રેઇન વોટર હાર્વેસ્ટીંગ પિટનું નિર્માણ
Next articleગારિયાધારનાં રહેણાંકી મકાનમાંથી ઇગ્લીંશ દારૂનો જથ્થો મળી આવ્યો