ઘાટરવાળા ગામે રાત્રીનાં સમયે વૃદ્ધ દંપતિ ઉપર હુમલો કરનાર ઝડપાયો

775

ગઇ તારીખ ૧૫/૦૯/૨૦૧૮ ના રોજ રાત્રીના સમયે ફરિયાદી માધવજીભાઇ કાશીરામભાઇ પનોત રહે.ઘાટરવાળા  વાડી વિસ્તાર તા. તળાજા મૂળ ગામ. દિહોરના પત્નિ શાંતુબેન સાથે પોતાની વાડીએ સુતા હતા અને અજાણ્યા ઇસમો આવી ફરિયાદી તથા સાહેદને બોથર્ડ પદાર્થ વડે મરણતોલ માર મારી ગંભીર પ્રકારની ઇજાઓ કરી નાશી ગયેલ જે બાબતે તળાજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ જેની પ્રથમ તપાસ તળાજા પોલીસ દ્વારા કરવામાં આવેલ ગુન્હો સીનીયર સીટીઝન સાથે બનેલ હોય અને અનડીટેકટ ગુન્હો હોય જેથી પોલીસ અધિક્ષક ભાવનનનાઓએ આ કામની તપાસ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટને સોપેલ હતી પોલીસ ઇન્સ્પેકટર બારોટ તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા સાહેબે એલ.સી.બી.ની જુદી-જુદી ટીમો બનાવી આ કામે ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતીમાન કરેલ અને આવા પ્રકારના ગુન્હાઓમાં અગાઉ પકડાયેલ આરોપી બાબતે માહિતી મેળવી રહ્યા હતા અને તારીખ ૧૭/૦૭ના રોજ એલ.સી.બી. ટીમના પોલીસ કોન્સ. વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાઝભાઇ પઠાણ બંન્ને આવા ઇસમોની તપાસમાં હતા દરમ્યાન અગાઉ આવા પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ગુન્હો કરવાની ટેવ ધરાવનાર શકદાર અશોકભાઇ ભાકાભાઇ પરમાર રહેવાસી મુળ ઘાટરવાળા ભાવનગરવાળો તેના ઘર પાસેથી મળી આવતા તેને પુછપરછ અર્થે એલ.સી.બી. કચેરી ખાતે લાવતા મજકુર આરોપીની પુછપરછ કરતા તેણે આ ઘાટરવાળા ગામે વુધ્ધ દંપતિ ઉપર થયેલ જીવલેણ હુમલાની ગુન્હાની કબુલાત આપી આ ગુન્હો મજકુર આરોપી તથા તેના સાગ્રીતોએ લુંટના ઇરાદે આચરેલ હોવાની કબુલાત આપેલ છે. આરોપીએ પોતાની પુછપરછમાં જણાવેલ હતુ કે પોતાનું મુળ ગામ ઘાટરવાળા છે અને અગાઉ તે બે વર્ષ પહેલા ઘાટરવાળા ગામે ફરિયાદીની વાડીએ મજુરી કામ કરતો હતો અને ફરિયાદી તથા તેના પત્નિ વાડીએ એકલાજ રહેતા હોવાની આરોપીઓને ખબર હતી  તેમજ તેઓની પાસે ધરેણા તથા રોકડ રૂપિયા હોવાની જાણ હતી જેથી લુંટ કરવાના ઇરાદે રાત્રીના સમયે ફરિયાદી તથા સાહેદને માર મારેલ હતો.

આરોપીની વધુ પુછપરછમાં તેને કબુલાત આપેલ હતી કે, તેને તેના સાગ્રીતો સાથે મળી ઉપરોક્ત ગુન્હા ઉપરાંત આજ થી એકાદ વર્ષ પહેલા તળાજા તાલુકાના જાલવદર ગામે વાડી વિસ્તારમાં એક વૃધ્ધા રાત્રીના સમયે તેના ઘરની ઓસરીમાં સુતા હતા ત્યારે તેના કાનમાં પહેરેલ સોનાના વેઠલા નંગ-૩ ની લુંટ કરેલ હતી જે બાબતે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે. દોઢેક વર્ષ પહેલા તળાજા ટાઉનના ગુલીભાઇની વાડીમાં આવેલ બંધ મકાનની બારીને ગ્રીલ તોડી મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરેલ છે. જે બાબતે તળાજા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે.આમ ભાવનગર એલ.સી.બી. પોલીસે એક વર્ષ પહેલા ઘાટરવાડા  ગામે થયેલ અનડીટેકટ લુંટ તથા તળાજા તાલુકાના જાલવદર ગામે થયેલ લુંટ તથા તળાજા ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

Previous articleગારિયાધારનાં રહેણાંકી મકાનમાંથી ઇગ્લીંશ દારૂનો જથ્થો મળી આવ્યો
Next articleઆમ્રપાલી કૌભાંડમાં ધોનીની પત્ની સાક્ષીની પણ સંડોવણી..?!!