મોટી પાણીયાળી પ્રા.શાળામાં બીઓબી દ્વારા રમત-ગમતનાં સાધનો અપાયા

501

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળા અને પેટા શાળાઓ માંડવડા-૧, માંડવડા-૨, અનીડા (ડેમ), અનીડા(ડેમ)વાડી, લાખાવાડ, માયધાર, મોટી પાણીયાળી વાડી, ખોડીયારનગર વાડી એમ કુલ નવ શાળાઓને બેન્ક ઓફ બરોડા પાલીતાણા શાખાના મેનેજર રાજેશકુમાર ગુપ્તા દ્વારા રમત ગમતના સાધનો વિતરણ કરવાનો કાર્યક્રમ મોટી પાણીયાળી કે.વ.શાળામાં યોજાયો હતો. આ પ્રસંગે શાલઆના આચાર્ય બી.એ.વાળાએ આ સાધનોથી અમારા ૧૪૦૦ બાળકોને રમત ક્ષેત્રે આગળ વધવામાં ખૂબ ઉપયોગી બનશે એમ જણાવી તેમને બિરદાવ્યા હતા. બેન્કના અધિકારી પ્રદિપભાઇ મારૂ અને ભરતભાઇ રાઠોડ દ્વારા સંકલન કરી નવ શાળાના બાળકોને રમત ગમતના સાધનો દરેક શાળાના આચાર્યની ઉપસ્થિતિમાં બાળકોને પૂરા પાડવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નિલેષભાઇ ગઢવીએ અને આભારવિધિ મહેન્દ્રભાઇ બામણીયા દ્વારા કરવામાં આવી હતી.

Previous articleરાજકોટ પેરોલ જમ્પના આરોપીને ભાવનગર એલસીબીએ નવસારી જઈને ઝડપી પાડ્યો
Next articleસરતનાપર પ્રાથમિક શાળામાં વિશ્વ તમર દિવસની ઉજવણી