બરવાળા ગર્લ્સ સ્કુલની વીદ્યાર્થીનીઓએ રાખડીઓ બનાવીને જવાનોને મોકલાવી

566

બરવાળા મુકામે આવેલ શ્રીમતી કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે  શાળાની  વિદ્યાર્થીનીઓ દ્વારા દેશની સરહદ ઉપર દેશની રક્ષા કરતા

જવાનોની રક્ષા માટે જાતે રાખડી બનાવવામાં આવી હતી તેમજ જવાનોના આરોગ્ય તેમજ રક્ષા માટે રક્ષા પત્રો પણ લખવામાં આવ્યા હતા આ પ્રસંગે વંદનાબા વાળા(આચાર્યા),ભુપતભાઈ પટેલ,પ્રદીપભાઈ ખાચર, ઈલેશભાઈ દોશી સહિતના શાળાના શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા ખાતે આવેલ શ્રીમતી કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલના પ્રાર્થના હોલમાં તા.૦૭/૦૮/૨૦૧૯ ના રોજ સવારના ૧૧-૩૦ ે શાળાની ધોરણ ૯ થી ૧૨ ની ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા ભરત દેશની સરહદ ઉપર દેશની રક્ષા કરતા જવાનોની રક્ષા કાજે જાતે અવનવી ડીઝાઈનની મનગમતી રાખડીઓ બનાવવામાં આવી હતી તેમજ જવાનોના ઉતમ આરોગ્ય,સ્વરક્ષણ તેમજ દેશની સેવા કરવાની શક્તિ માટેની ભગવાનને પ્રાર્થના વિદ્યાર્થીનીઓ દ્વારા પોતાની કાલીઘેલી ભાષામાં,પોતાની આગવી શૈલીમાં જુદા જુદા પત્રો લખવામાં આવ્યા હતા.વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલ અનેક રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી જેમાં ત્રિરંગાની ડીઝાઇન વાળી રાખડી વધુ આકર્ષક બની હતી તેમજ અવનવી ડીઝાઈન,પેપર તેમજ શણગાર કરી રક્ષા માટે લખેલ પત્રો પણ આકર્ષક બન્યા હતા આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજની વિદ્યાર્થીનીઓ પણ ભાગ લીધેલ હતો જેથી સામાજીક સમરસતાનું પ્રતિક બની જવાનો માટે રાખડી બનાવી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી  વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવવામાં આવેલ રાખડી તેમજ રક્ષાપત્રો ભાવનગર ખાતે આવેલ એસ.આર.પી.જવાનોના કેમ્પસ ખાતે તા.૦૮ના રોજ રૂબરૂ મોકલવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતી કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Previous articleનરેન્દ્ર મોદી અને અમીત શાહને ભારત રત્ન આપવા માંગ કરાઈ
Next articleકલાત્મક રાખડીઓનું બજારમાં વેચાણ