સેન્ટ્રલ સોલ્ટ ખાતે જમીન અને પાણી પરિક્ષણ વિશ્લેષક કાર્યક્રમનું સમાપણ

454

સી.એસ.આઈ.આર.-સેન્ટ્રલ સોલ્ટ અને મરીન કેમીકલ્સ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, ભાવનગર (ગુજરાત) માં સીએસઆઈઆર-એકીકૃત કૌશલ્ય પહલ અંતર્ગત જમીન અને પાણી પરિક્ષણ વિશ્લેષક નું ૩૦ દિવસના તાલીમનું સમાપન તા. ૯ ઓગસ્ટ, ર૦૧૯ ના રોજ કરવામાં આવ્યું. આ તાલીમ કાર્યક્રમ દરમ્યાન તાલીમાર્થીઓને જમીન અને પાણીના વિશ્લેષણ સાથે જોડાયેલા વિવિધ વિષયોની તાલીમ આપવામાં આવેલ. ઉપરોકત ૩૦ કાર્ય દિવસના કાર્યક્રમમાં તાલિમાર્થીઓને અલગ અલગ પધ્ધતિઓ દ્વારા જમીનમાં રહેલા પોષક તત્વોની હાજરીની જાણકારી વિશે તાલિમ આપવામાં આવી. જમીન પરિક્ષણના પરિણામો પરથી, સંતુલિત ખાતરોનો ઉપયોગ કરીને ખેડુતો યોગ્ય પાક ઉત્પાદન મેળવી શકે છે. આ ઉપરાંત તાલિમાર્થીઓને ખારાશ અને ક્ષારયુકત જમીનનું પરીક્ષણની પધ્ધતિઓ તથા તેના સુધારા માટે પણ શીખવાડવામાં આવેલ. છોડમાં જરૂરી વિવિધ પોષક તત્વો કે જે જમીનમાં ઉપલબ્ધ છે જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નિશિયમ, સલ્ફર, કોપર, આયરન, જિંક, મેંગેનિઝ અને બોરોનની હાજરીની જાણકારી આપવામાં આવી. આ બધા પોષક તત્વોની હાજરી જમીનમાં કુદરતી રીતે હોય છે પરંતુ સતત પાક લેવાને કારણે પોષક તત્વોનો જમીનમાં સતત અભાવ થતો હોય છે. જેને કારણે પાક ઉત્પાદન ઓછું થાય છે. આ પરિસ્થિતિમાં જમીન પરિક્ષણનું મહત્વ ખુબ વધી જાય છે. પાણીમાં ખારાશનો જથ્થો અને ઉપસ્થિત આયનોના (સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નિશિયમ, સલ્ફેટ, કલોરાઈડ, કાર્બોનેટ, બાઈકાર્બોનેટ, નાઈટે્રટ, એમોનિયમ અને બોરોન) જથ્થાની જરૂરી છે.  આ તાલિમ કાર્યક્રમમાં તાલિમાર્થીઓને પાણીમાં રહેલ ખારાશ અને આયનોના જથ્થાની આકારણી કરવાનું પણ શીખવાડવામાં આવ્યું. પાણીમાં ખારાશનો વધુ જથ્થો હોવાને કારણે સિંચાઈ કરતા સમયે જમીન ખારી બની જાય છે. તે જ પ્રમાણે વધારે શોષિત સોડિયમ કાર્બોનેટ (આરએસસી) અને સોડિયમ યુકત શોષિત ગુણવાળા (એસએઆર) પાણીથી સિંચાઈ કરવાથી જમીનમાં ક્ષારની માત્રા વધી જાય છે. તાલિમ દરમ્યાન ઉપસ્થિત તાલિમાર્થીઓને જુદા-જુદા પ્રકારના પાણીથી સિંચાઈ પ્રક્રિયાઓ તથા તેના ઉપયોગો વિશે શિક્ષિત કરવામાં આવ્યા. આ તાલિમ કાર્યક્રમના તાલિમાર્થી પોતાનો સ્વરોજગાર સ્થાપી શકે છે તેમ જ સાથે સાથે ખેતીના વિકાસ અને ખેત ઉત્પાદનમાં વધારો કરવામાં સહયોગ આપી શકે છે. આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારમાંથી તાલીમાર્થીઓ આવેલ. આ સાથે જ તાલિમાર્થીઓએ સમાપન સમારોહમાં તેમના અનુભવો વર્ણવ્યા.  સમાપન સમારોહનું સંચાલન કરતા વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. અવિનાશ મિશ્રાએ જ્ઞાન અને કુશળતા વિશે ઝીણવટપૂર્વક સમજાવ્યું. ડો. પી.કે. અગ્રવાલે આ કાર્યક્રમને વર્તમાન દ્રષ્ટિકોણમાં તેની ઉપયોગિતા વિશે જણાવ્યું.  ડો. ડી.આર. ચૌધરીએ જમીન અને પાણી પરિક્ષણ વિશ્લેષક તાલીમ કાર્યક્રમ દરમ્યાન કરેલ અલગ અલગ પ્રવૃતિઓ વિશે જાણકારી આપી. હતી.

Previous articleરાજુલા જાફરાબાદ સહિત ગુજરાત રાજયના ૩૦ ટીડીઓની બદલી
Next articleધોલેરામાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો