ભાવ. યુનિ.માં પરીક્ષા ફી ઘટાડવાની માંગ સાથે એબીવીપી દ્વારા આવેદન

535

ભાવનગર યુનીવર્સીટી દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭માં સાયન્સના વિદ્યાર્થીઓની પાસે થી પરીક્ષા ફી ૩૫૦ રૂપિયા લેવામાં આવતી હતી જે વર્ષ ૨૦૧૮-૧૯માં ૭૦૦ રૂપિયા કરવામાં આવી અને હાલ તેમાં ૨૦૧૯-૨૦માં વધારો કરી ૭૭૦ કરવામાં આવી રહી છે જે વાસ્તવમાં બે ગણા કરતા પણ વધારે છે આશરે ૨૨૦% જેટલો વધારો તેમના અભ્યાસકાળ દરમિયાન લાદી દેવામાં આવ્યો છે.

ગુજરાત સરકાર તથા ભારત સરકાર વિધાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળે તથા શૈક્ષાણિક સ્તર ઉચું આવે અને ઉચ્ચ શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેવા પ્રયત્નો કરી રહી છે તેવા સંજોગોમાં યુનિ. દ્વારા આ રીતે વધારેલી ફીએ વિધાર્થીઓના ડ્રોપઆઉટ રેશિયામાં વધારો કરવાનો પ્રયત્ન ગણાય.

જયારે ર૦૧૮માં ફી વધારો કરવામાં આવ્યો હતો ત્યારે જ સેમેસ્ટરવાર પ૦-પ૦ રૂપિયા ફી વધારો જ નકકી કરેલ છે. દરેક સેમેસ્ટરવાર પેપરની સંખ્યામાં વધારો થતો નથી તો તેમના પરીક્ષાના ફી ધોરણમાં કેમ સેમેસ્ટરવાર વધારવામાં આવી હતી. જયારે ર૦૧૮માં પ્રવેશ મેળવો  ત્યારે જ વિદ્યાર્થીએત ેમને ભરવામાં આવતી ફીના ધારાધોરણો તેમને નક્કી કરી આપવામાં આવ્યા છે. તો ફરીથી ફી વધારો કઈ રીતે?

વિધાર્થીઓની ફીમાં કરવામાં આવેલો ફી વધારો પાછો ખેચવામાં આવે તથા સાયન્સમાં પ્રેક્ટીકલ તથા થીયરીના પેપરની અલગ અલગ ફી દર્શાવવા તથા રાખવા તેમજ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ લંબાવવા અને પરીક્ષા ફી ભરેલ વિધાર્થીઓને વધારાની ફી રીફંડ કરવા એ.બી.વિ.પી દ્વારા મોટી સખયામાં વિધાર્થીઓ સાથે રાખી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં યોગ્ય કરવા કુલસચિવે બાહેંધરી આપી હતી.

Previous articleતક્ષશિલા ખાતે રક્ષાબંધનનું કરાયેલું અનોખુ આયોજન
Next articleશાળામાંથી ટીવી, કોમ્પ્યુટરની ચોરી કરનાર બે ઈસમોને ઝડપી લેતી ભાવ. LCB, SOG