બરવાળા નજીક અકસ્માતમાં પા.પુ.બોર્ડના અધિક્ષક ઈજનેર સહિત બે વ્યક્તિના મોત

1645

બરવાળા-વલભીપુર હાઈવે ઉપર રાજભવન હોટલ પાસે રોડ વિભાગના પાપે પડેલા મસ મોટા ગાબડાના કારણે કાર અને ટ્રક વચ્ચે સામ સામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં પાણી પુરવઠા ઈજનેરનું ઘટના સ્થળે તેમજ કાર ચાલકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રસ્તામા કમકમાટીભર્યુ કરુણ મોત નિપજ્યું હતુ આ બનાવની જાણ થતા પોલિસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કરુણાંતિકા અકસ્માતની મળતી વિગત અનુસાર ધંધુકા-વલભીપુર હાઈવે ઉપર બરવાળા પાસે આવેલ રાજભવન હોટલ પાસે તા.૧૧ના રોજ રાત્રિના ૮ઃ૩૦ વાગ્યાના અરસામાં વલભીપુર તરફથી આવી રહેલ ટ્રક નંબર  જી.જે.૪.એક્સ.૭૨૦૮ તેમજ બરવાળા તરફથી જઈ રહેલ કાર નંબર જી.જે.૪.એ.ટી.૭૬૨૩ વચ્ચે સામ સામે ધડાકાભેર રીતે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર બે લોકોને લોહિયાળ ગંભીર ઇજાઓ પહોચી હતી જેમાં પ્રવિણભાઈ ભીખાલાલ પટેલ, ઉ.વ.૫૭ (ઈજનેર પાણી પુરવઠા બોર્ડ)ને લોહીયાળ ઇજાઓ પહોચતા કમકમાટીભર્યુ કરુણ મોત નિપજ્યું હતુ જ્યારે કાર ચાલક અસ્લમભાઈ જમાલભાઈ કાલવા રહે.ભાવનગરને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે બરવાળા સી.એચ.સી.ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર મળી ગયા બાદ વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ઇજાગ્રસ્તને સારવાર મળે તે પહેલા પાટણા-વલભીપુર પાસે દમ તોડી દઈ કરુણ મોત નિપજ્યું હતુ

મળતી વધુ વિગત અનુસાર તાજેતરમાં પડેલ વરસાદના કારણે નાવડા ગામે આવેલ પાણી પુરવઠાનું પમ્પ હાઉસ પાણીમાં ગરકાવ થઈ જતા પાણીની ઇલેકટ્રીક મોટરો તેમજ પંપ હાઉસને મોટુ નુુકશાન થયુ હતુ જેના નિરિક્ષણ કરવા આવેલ ઇજનેરને પરત ફરતી વેળાએ બરવાળા પાસે અકસ્માત થતા બંનેના કરુણ મોત નીપજયાં હતા.

આ અંગે અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર બરવાળા પાસે રાજભવન હોટલ પાસે નર્મદા મહિપરીએજની માઈનોર કેનાલ પસાર થયેલી છે જે કેનાલ હાઈવે રોડ તોડીને રોડ નિચેથી પસાર થાય છે જેની ઉપર રોડ વિભાગના અધિકારીઓ દ્વારા થૂંકના પોડા રુપી થીગડા મારવામાં આવેલા હતા જે થીગડા વરસાદના કારણે તુટી જઈ ગાબડા પડી જાય છે જેના કારણે રોડથી અજાણ વાહન ચાલકો દ્વારા વાહન મસમોટા ખાડામાં પડતા ચાલક દ્વારા સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા હોવાથી અકસ્માતના બનાવો બનવા પામે છે જેમાં મુસાફરોના કરુણ મોત નિપજે છે આ જગ્યા ઉપર છેલ્લા ૩ વર્ષથી રોડ વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે અનેક અકસ્માતો સર્જાય છે જેમાં વાહન ચાલકો તેમજ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના બનાવો ભુતકાળમાં બનવા પામ્યા છે.

Previous articleભાવનગર જિલ્લામાં સિંહ દિવસની  ઉજવણી કરાઈ
Next articleપુજા બેદીની પુત્રી એલિયા હવે ફિલ્મમાં એન્ટ્રી કરશે