સિહોરની સંસ્કૃતિ સ્કુલની બાળાઓએ પોલીસ સ્ટેશને જવાનોને રાખડી બાંધી

320

સિહોર શહેરની શેક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલ ની બાળાઓએ પોલીસ જવાનોને  રાખડી બાંધી હતી.

પોલીસ કે જેનો ડર હરહંમેશ અસામાજિક તત્વો ને રહેતો હોય છે પણ જ્યારે નાના નાના ભૂલકાઓને આ ડર પણ લાગતો હોય છે પરંતુ આ ડર માત્ર ખાખી વર્દી નો હોય પરંતુ આ ખોટો હાવ બાળકોના મનમાં ઉભો નથાય તેવો વિચાર શાળા સંચાલક શ્રી મોરડીયાને આવતા  સમગ્ર શહેર સાથે સિહોર તાલુકાની રક્ષા કરનાર પોલીસ ને આ બાબતે જાણ કરતા અધિકારી દ્વારા આ વિચાર ને વધાવી લીધેલ ત્યારે  આજરોજ રક્ષાબંધનના ભાઈ અને બહેનના પવિત્ર તહેવારની ઉજવણીના ભાગરૂપે ધોરણ ૧ અને ૨ની નાની બાળાઓને પોલીસનો ડર દૂર થાય તેવા હેતુથી સિહોર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટાફને રક્ષા બાંધવાનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં સ્કૂલ ની  નાની નાની બાળાઓ દ્વારા પી.આઈ સોલંકી સહિત સમગ્ર સ્ટાફ ને શાળા સંચાલક પી.કે મોરડીયા તથા સ્કૂલ શિક્ષકો ની ઉપસ્થિતિમાં કુમકુમ તિલક કરી  રાખડી બાંધી હતી ત્યારે પોલીસ મથક માં અધિકારીશ્રી દ્વારા દરેક વિદ્યાર્થીની બાળાઓને મો મીઠું કરાવી પોલીસ નો ડર દૂર કરવામાં આવેલ.