ટીમ ઈન્ડિયાના કોચ બનતા રવિ શાસ્ત્રી સામે ૪ પડકાર

844

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રી બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (ઝ્રટ્ઠઝ્ર) દ્વારા આ હાઈ પ્રોફાઇલ પદ પર એકવાર ફરીથી નિયુક્તિ કરાયા બાદ ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. ૫૭ વર્ષીય શાસ્ત્રી ટી-૨૦ વિશ્વ કપ ૨૦૧૧ સુધી ટીમ ઈન્ડિયાના હેડ કોચ રહેશે. રવિ શાસ્ત્રીએ કોચ બનતા જ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય પર મોટુ નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના ભવિષ્ય માટે પોતાની યોજનાનો ખુલાસો કરતા કહ્યું, ’હું તે માટે કોચ બન્યો કારણ કે મને આ ટીમ પર વિશ્વાસ હતો.’

શાસ્ત્રીએ કહ્યું, ’મને વિશ્વાસ હતો કે આ ટીમ ઈન્ડિયા એક એવો વારસો છોડી શકે છે, જે ખુબ ઓછી ટીમ છોડી શકી છે. આ એવો વારસો છે જેનો આવનારા દાયકામાં પણ ટીમ પીછો કરશે.’ આ સિવાય ટીમ ઈન્ડિયાના બીજીવાર હેડ કોચ બનવા પર રવિ શાસ્ત્રીએ કપિલ દેવની સમિતિનો આભાર વ્યક્ત કર્યો છે.  રવિ શાસ્ત્રીએ કહ્યું, ’હું સૌથી પહેલા કપિલ દેવ, શાંતા અને અશુંમાનનો મારા પર ૨૬ મહિના સુધી અને વધુ કામ કરવા માટે વિશ્વાસ વ્યક્ત કરવા માટે આભાર માનુ છું. મારા માટે આ ટીમનો ભાગ બનવું સન્માનની વાત છે.’ મહત્વનું છે કે શાસ્ત્રીનો નવો કાર્યકાળ ટી૨૦ વિશ્વકપ ૨૦૨૧ સુધી ચાલશે. શાસ્ત્રીની સામે હવે ચાર પડકાર છે, જેનો પાર પાડવા પળશે.

શાસ્ત્રીની સામે ૪ પડકાર

૨૦૨૦ ટી૨૦ વિશ્વકપનું ટાઇટલ જીતવું

૨૦૨૧ ટી૨૦ વિશ્વકપમાં ટીમને ચેમ્પિયન બનાવવી

૨૦૨૧મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને વિજય અપાવવો

૨૦૨૧મા જ વર્લ્ડ વનડે ચેમ્પિયનશિપમાં ટીમને ચેમ્પિયન બનાવવી

જુલાઈ ૨૦૧૭મા કોચ બન્યા બાદ રવિ શાસ્ત્રીની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ ૨૧ ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી ૧૩મા વિજય શયો છે. જ્યારે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતને ૩૬માથી ૨૫ જીત મળી છે. તો વનડેમાં શાસ્ત્રીની કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ કુલ ૪૩ જીત મેળવી છે.

Previous articleકેન્ડલ જેનર વિશ્વની સૌથી મોંઘી મોડલ તરીકે યથાવત
Next articleનારોલ સર્કલ પાસે BMW કાર આગમાં ખાખ