રાજુલામાં નિઃશુલ્ક હોસ્પિટલ બંનશે ઓકટોમ્બર માસમાં ખાત મુર્હુત થશે

420

રાજુલા જાફરાબાદ આસપાસના વીસ્તારોના લોકોને આરોગ્ય સેવા મળી રહે તે માટે ભવ્ય નિઃશુલ્ક હોસ્પિટલ બની રહી છે. આ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાજુલામાં ભેરાઈ રોડ પર ભવ્ય નિઃશુલ્ક હોસ્પિટલ બની રહી છે જેમાં રાજુલા ગૌશાળા વાળા મુંબઈના અનિલભાઈ શેઠ પ્રવિણભાઈ લહેરી બિપનીભાઈ લહેરી માયાભાઈ આહિર હરેશભાઈ મહેતા અજયભાઈ મહેતા રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા મહાત્મા ગાંધી નિઃશુલ્ક હોસ્પિટલ ટ્રસ્ટ બનાવી આ હોસ્પિટલ બની રહીછ ે આ હોસ્પિટલમાં તમામ સુવિધાઓ સારવારો ઉપલબ્ધ હશે આગામી ર વર્ષમાં આ હોસ્પિટલનું કામ પુર્ણ થશે. ત્યારે આગામી ૩-૧૦-ર૦૧૯ એટલે કે નવરાત્રીમાં આ હોસ્પિટલનું ખાતમર્હુત થશે. આ હોસ્પિટલ ભેરાઈ રોડ પર બનશે જે જગ્યા ધારાસભ્ય દ્વારા લેવાઈ છે. રાજુલાના વતનીઓ મુંબઈ સ્થિત ઉદ્યોગપતિઓ વણિકો આ હોસ્પિટલમાં સૌથી મોટું યોગદાન આપી રહ્યા છે. સૌથી મોટા યોગદાન દ્વારા આ હોસ્પિટલ બની રહી છે.

Previous articleતળાજા શહેર ભાજપ દ્વારા સાંસદના હસ્તે વૃક્ષારોપણ
Next articleનર્મદા કેનાલ પાસે પાણીના નિકાલના અભાવે ખેડુતો પરેશાન : અધિકારીઓની લાપરવાહી