બાબરકોટ ગામે ૭૩માં આઝાદી પર્વની ધામધુમથી ઉજવણી

433

અમરેલી જિલ્લાના બાબરકોટનાં યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્રારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આઝાદી પર્વની ઉજવણી નિમિતે ગામનાં ઉપસરપંચ પ્રવીણભાઈ મુજાભાઈ બાંભણીયા, તથા ગ્રામ પંચાયતનાં તમામ સભ્ય જયંતિભાઈ શિયાળ, બસુભાઈ  સાંખટ, દિનેશભાઈ સાંખટ, બીજલભાઈ સાંખટ, વીરાભાઈ સાંખટ, ભિમજીભાઈ મકવાણા, દિનેશભાઈ શિયાળ, દેવાભાઈ ચાવડા, પાતાભાઈ વાળા, વગેરે તમામ ગ્રામ પંચાયત નાં સભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં.

તેમજ તાલુકા પંચાયત નાં સદસ્ય હરેશભાઈ મકવાણા , રમેશભાઈ સાંખટ, ચીથરભાઈ સાંખટ તથા એએમસી કમિટીનાં પ્રમુખ હિરૂબેન કડવાભાઈ સાંખટ તથા જીસ્ઝ્ર કમિટી નાં તમામ સભ્યો હાજર રહ્યાં હતાં. તેમજ બહોળી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

આઝાદી દિવસની ઉજવણી દરમ્યાન પ્રાથમિક શાળાનાં આચાર્ય દિનેશભાઈ  રાઠોડ તથા પ્રાથમિક અને માધ્યમિક શાળાના તમામ શિક્ષકો, વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાનાં વિદ્યાર્થીઓ દ્રારા આઝાદી પર્વ નિમિતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, તથા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ  ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગામ ના આગેવાન બાલુભાઈ નનાભાઈ સાંખટ દ્રારા ધોરણ ૧થી ૧૦ તમામ વિદ્યાર્થીઓને આઈકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળા મા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્રારા બેટી બચાવો , બેટી પઢાવો બાબતે માહીતી આપવામા આવી હતી..

Previous articleઅંબિકા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી
Next articleપ્રો. મનોજ જોશીની લેખન ક્ષેત્રે સિદ્ધિ