ભાજપ દ્વારા સંગઠન પર્વ નિમિત્તે શહેરમાં સંરચના અધિકારી નિમાયા

564

સંગઠન પર્વ અને સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર મહાનગરની સંગઠન રચના માટે સંરચના અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે જેમાં સંરચના અધિકારી તરીકે અમૂલભાઈ બળવંતભાઈ ભટ્ટ અને સહ સંરચના અધિકારી તરીકે ગીરીશભાઈ શાહ અને શ્રી દિવ્યાબેન વ્યાસની નિમણુંક કરવામાં આવેલ છે.

આ અંગે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા દોઢ માસથી સંગઠન પર્વની ઉજવણી વિવિધ સ્તરે કરી રહી છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા અને વધુ વિશાળ બનાવવા નવા કાર્યકર્તાઓ જોડાવા સદસ્યતા અભિયાન વિવિધ તબક્કાવાર શહેર થી લઈ બુથ સ્થર સુધી ચલાવવામાં આવેલ જેમાં તમામ સામાજિક આગેવાનો, સોસાયટી આગેવાનો, શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગ પતિઓ, ગણમાન્ય નાગરિકો, ડોક્ટરો, વકીલો અને બુદ્ધિજીવીઓને સદસ્ય બનવી પાર્ટી સાથે જોડવામાં આવ્યા બાદ સામાજિક ડ્રાઇવ થકી વિવિધ સમાજો, નાના સમાજો, લઘુમતી સમાજો, ખાસ કરીને   પછાત વિસ્તારોમાં છેવાડાના માનવીઓ અને સામાજિક પછાત લોકોને સદસ્યતા અભિયાન અંતર્ગત પક્ષ સાથે જોડવામાં આવ્યા બાદ આ સદસ્યતા અભિયાન આગળ ચાલવતા બીજા તાબક્કામાં સક્રિય સભ્ય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત મહાનગરના તમામ વોર્ડમાં લોકોને સક્રિય સભ્ય તરીકે જોડવામાં આવશે અને સપ્ટેમ્બર માસના અંત સુધીમાં બુથ સમિતિઓ અને વોર્ડ સમિતિઓની સંરચના સાથે મહાનગરના તમામ વોર્ડની સંરચનાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Previous articleદારૂ ઉલુમ નુરે મોહંમદી સંસ્થામાં સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી
Next articleહવે શહેરનો પાર્કીંગ પ્રશ્નો હલ થશે – વિભાવરીબેન