રાણપુરમાં સ્વામિનારાયણ મંદીર ખાતે ત્રણ દિવસીય વચનામૃત ગ્રંથ ઉપર કથા પારાયણ યોજાઈ

1064

બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થામાં ચાલી રહેલ વચનામૃત દ્રિશતાબ્દી મહોત્સવ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુરમાં પ્રમુખસ્વામી માર્ગ ઉપર આવેલ બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદીર ખાતે ત્રણ દિવસીય વચનામૃત ગ્રંથની પારાયણ યોજાય હતી.જેમાં બી.એ.પી.એસ. સંપ્રદાયના વરિષ્ટ વિધ્વાન સંત પુજય ભગવત પ્રસાદ સ્વામી દ્વારા ત્રણ દિવસીય વચનામૃત ગ્રંથ ઉપર કથા પારાયણ કરવામાં આવી હતી.આ પારાયણમાં પુજ્ય ભગવત પ્રસાદ સ્વામી દ્વારા વચનામૃત ગ્રંથ વિશે હરિભક્તો ને સમજાવતા કહ્યુ કે પરમ કલ્યાણ નો રાજમાર્ગ વચનામૃત છે.અનેક જીવને આ વચનામૃત ગ્રંથ એ કલ્યાણનો રાહ બતાવે છે અને મોક્ષનો માર્ગ બનાવે છે.જીવન કેવુ જીવવુ જોઈએ.વચનામૃત નું દરોજ વાંચન કરવાથી જીવનમાં ઘણા પરિવર્તનો આવે છે જેવી અનેક વાતો પુજ્ય ભગવત પ્રસાદ સ્વામીએ કરી હતી.આ ત્રણ દિવસીય પારાયણમાં મોટી સંખ્યામાં હરિભક્તો એ લાભ લીધો હતો.વચનામૃત ગ્રંથ પારાયણ નિમિત્તે સાળંગપુર ધામથી તાલીમ કેન્દ્રના પ્રાધ્યાપક પુજય નારાયણમુનિ સ્વામી ખાસ પદ્યાર્યા હતા અને તેમણે પણ પ્રવચન નો લાભ આપ્યો હતો.સાથે સાળંગપુરથી વિધ્વાન સંતો પણ ત્રણ દિવસ ખાસ હાજર રહ્યા હતા જેમાં પૂ.નિર્દોષનયન સ્વામી,વિજ્ઞાનાનંદ સ્વામી,સોમ્ય સ્વરૂપ સ્વામી ઉપસ્થીત રહ્યા હતા.જ્યારે રાણપુર વિસ્તારમાં વિચરણ કરતા પુજ્ય.મુનિસેવા સ્વામી અને અમૃત સેવક સ્વામી દ્વારા આ ત્રણ દિવસીય કથા પારાયણ નું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક અને ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેનભાઈ મકવાણા, આર.એમ.પી.બેરીંગ કંપનીના માલીક અને ઉદ્યોગપતિ રાજેશભાઈ મકવાણા,આલ્ફા કંપનીના માલીક લલીતભાઇ, કિર્તિભાઈ વઢવાણા,મહેશભાઈ વઢવાણા, મોહનભાઈ મકાણી ઉપસ્થિત રહીને આ ત્રણ દિવસીય પારાયણ નો લાભ લીધો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા રાણપુર સત્સંગ મંડળ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી,જ્યારે ત્રીજા દિવસે પારાયણ ને અંતે ભોજન મહાપ્રસાદ નું આયોજન ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા તરફથી કરવામાં આવ્યુ હતુ.આ પારાયણ નો લાભ રાણપુર ગ્રામજનો સહીત આજુબાજુ ગામોના હરિભકતો એ લીધો હતો.

Previous articleરાણપુર ગ્રા.પ. અને સીએમસીની સરપ્રાઈઝ મુલાકાત લેતા ડીડીઓ
Next articleજાફરાબાદ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ લોઠપુર ગામે ઉજવાયો