વિકલાંગોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લાભુભાઈ સોનાણી મુખ્યમંત્રની મુલાકાતે

472

વિકલાંગ સંસ્થાઓ વતી રાજ્ય કક્ષાએ કાર્યરત સંગઠન  ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘનાં મીડિયા વિભાગ દ્વારા  જણાવવામાં આવ્યું છે કે-  ગત તારીખ ૨૬/૦૮/૨૦૧૯ ને સોમવારનાં રોજ સંઘના પ્રમુખ શ્રી લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાને વિકલાંગ લોકોને સ્પર્શતા પ્રશ્નો અંગે મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગર ખાતે ખાસ મુલાકાત કરવામાં આવી હતી જેમાં  વિકલાંગતા વિધયક ૨૦૧૬ નું સુચારુ અમલીકરણ, વિકલાગ વિકાસ નીગમની રચના, રાજ્યમાં કાર્યરત વિકલાંગ બાળકોની ખાસ શાળાઓમાં છઠ્ઠા અને સાતમાં પગારપંચના અમલ સમયે અનુક્રમે ૨૪૯, ૨૪૧ તેમજ વર્ષ ૨૦૧૬ માં કરકસરના ભાગ રૂપે રદ કરાયેલ વધુ ૫૪ જગ્યાઓ મળી કુલ ૫૪૪ જગ્યાઓ પુનર્જીવીત કરવા માગણી આવી હતી.  મુખ્યમંત્રી કાર્યાલયમાં યોજયાયેલ આ બેઠકમાં સંસ્થાઓની અંતેવાસીઓની પ્રવેશમર્યાદા (ટોચ મર્યાદા) વધારવા, વર્ગ-૪ ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં બંધ કરાયેલ પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકોની ભરતી પુન શરુ કરવા અંગે, કાર્યરત પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકોને સંગીતની કામગીરી સોંપવા રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાન્ટ ઇન કોડ-૧૯૯૨ નાં સુચારુ અમલીકરણ અને તેમાં સંશોધન હાથ ધરવા રજૂઆત કરાઈ હતી.  આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પ્રશ્નોનો ઉકેલ ઝડપભેર લાવવા હકારાત્મક વલણ સાથે હૈયા ધારણા આપી હતી.

મુલાકાત દરમિયાન પ્રતિનિધિ મંડળમાં જાણીતા ઉદ્યોગપતિ અને અનેક વિકલાંગ સંસ્થાઓના પ્રમુખ શશીભાઈ વાધર ખાસ જોડાયા હતા. વિકલાંગોના પડતર પ્રશ્નોના નિવારણ માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ અંગત રસ લઈ વિકલાંગ સંસ્થાઓના પ્રતિનીધિઓની બેઠક મુખ્યમંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મુખ્ય સચીવશ્રી મનોજ અગરવાલ સાથે ગોઠવી આપી હતી. ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘના પ્રમુખ લાભુભાઈ સોનાણી આ માટે  જીતુભાઈ અને રાજ્ય સરકારનો ખાસ આભાર માન્યો હતો.

Previous articleબરવાળા સખી વન સ્ટોપ ખાતે જિલ્લા કક્ષાની મોનીટરીંગ કમીટીની બેઠક યોજાઈ
Next articleનિઃસહાય વડીલો માટે કામ કરતી ઓમસેવા ધામ સંસ્થા ગૌરવગાથા સમાન : ડી.આઇ.જી અશોકકુમાર