નરેન્દ્ર મોદી, ક્રીએશન ગુરુ

523

મોદીની પ્રશંસા કરવા લખવું નથી. ઘણાંને લાગે તખુભાઈ તમારી આટલી તરફદારી? પણ વાસ્તવિકતાને ભુસી ન શકાય, તે સોલિડ સત્ય છે.
વાત કરીએ ગઈકાલે લોન્ચ કરાયેલા ફીટ ઈન્ડીયા મુવમેન્ટની. ખેલ મંત્રાલય વર્ષોથી ચાલે છે પરંતુ સૌને તંદુરસ્ત રાખવા માટે રમતનું મહત્વ પ્રસ્થાપિત કરવાનો વિચાર કદાચ કોઈને પહેલી વખત આવ્યો હશે. મોદી ગુજરાતમાં હતાં ત્યારે પણ તેણે રચનાત્મક વિચારોને સરકારી તંત્ર દ્વારા કેવી રીતે લોક સમુદાય સુધી લઈ જઈ શકાય. તેના અનેક કાર્યક્રમ દ્વારા પરિચય કરાવ્યો હતો. ખેલ મહાકુંભ, વાંચે ગુજરાત, પ્રવેશોત્સવ, ગુણોત્સવ,ગરીબ મેળા, આ બધું મોદીના ભેજાની નીપજ છે. સનદી અધિકારીઓ કહે છે કે મોદી સાથે કામ કરવું સતત સામા પૂરે તરવાની તૈયારી રાખવા જેવું છે. કારણ કે તેના માનસ પટલમાંથી ક્યારે કઈ યોજના લોન્ચ થાય તે કહેવું ઘણું કઠીન છે.
સને ૨૦૧૪થી મોદીનું નવી દિલ્હીમાં આગમન સ્કીલ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને હવે ફીટ ઇન્ડિયા લઈ આવ્યૂ. બધા કાર્યક્રમો મહદંશે ક્યાંક ઝીરો બજેટના છે પરંતુ તે પૈકીના ઘણાં જન સમુદાયના લોકમત ને ઘડીને વૈશ્રિ્‌વક પરીપેક્ષ્યમાને દેશને સુપર પાવર બનાવવા પાયાના પથ્થરો જેવા ગણી શકાય.
મોદીએ ૨૯ ઓગસ્ટ હોકી કીન્ગ ધ્યાનચંદ ને ધ્યાનમાં રાખીને “ખેલ દિવસ” નિમિત્તે સમગ્ર ભારતને રમત સાથે જીવનને જોડવાનો એક નવો અભિગમ પ્રવાહિત કર્યો.ખેલ મંત્રાલયને સામાન્ય જન સાથે જોડવાનો અભિગમ, સંવેદનશીલતા..!!એક અંદાજ મુજબ ભારતમાં વિચાર,આચાર અને આહારની સ્કેરસીટી ઉભી થઇ છે .તેના કારણે લગભગ તમામ ભારતીય કોઈ ને કોઈ રોગનો શિકાર બને છે. સમગ્ર દેશમાં કેન્સર,ડાયાબિટીસ, એઈડસ્‌ જેવા વિનાશક રોગો ભરડો લઇ રહ્યા છે. એટલું જ નહીં દેશમાં એક અંદાજ મુજબ ૫૦ હજાર કરોડ રૂપિયાનો દવાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. જેમાં આવતા કેમિકલ્સ કે વસ્તુઓ સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક કે પોષક છે તેના કોઈ માપદંડો નથી. એટલું જ નહીં તેના એના ભાવતાલ, ગુણવત્તાનું ક્યાંય મોનિટરિંગ થતું નથી. પરિણામે આખો દેશ દવા-રોગમાં પીસાઈ રહ્યો છે.લગભગ તમામ ભારતીયો દવાના એડિક્ટ બની ગયા છે. તેમાથી બહાર નીકળવાનો આ એક જ રસ્તો છે ફીટ રહો..ઈષ્ટ બનો.
ઈંદિરા ગાંધી સ્ટેડિયમમાં ફીટ આઈકોન શિલ્પા શેટ્ટી, અર્જુન એવોર્ડ અ્‌ર્જિત ખેલાડીઓ પણ પ્રધાનસેવકની ફીટનેસ, બોલ્ડનેસમા પછીના ક્રમમાં જોવા મળ્યા.

Previous articleચિદમ્બરમની CBI કસ્ટડી બીજી સપ્ટેમ્બર સુધી વધી છે
Next articleસંકલ્પ શક્તિ