લોક ઉપયોગી યોજનાઓની માહિતી લોકમેળા થકી લોકોમાં પહોંચાડવાની કોળિયાકમાં પહેલ

652

લોકમેળા થકી લોકઉપયોગી યોજનાઓની માહિતી પહોંચાડી લોકો સુધી વધુમાં વધુ પહોંચવા કેન્દ્ર સરકારે એક અનોખી પહેલ કરી છે. ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય, અમદાવાદ દ્વારા ૨૯ અને ૩૦ ઓગસ્ટ ભાદરવી અમાસ ના રોજ નિષ્કલંક મહાદેવ-કોળીયાકના લોકમેળામાં પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન ભાવનગર સાંસદ ડૉ.ભારતીબેન શિયાળના હસ્તે કરવામાં આવ્યું.આ લોકસંપર્ક કાર્યક્રમને દીપ પ્રાગટ્ય સાથે લોકસમક્ષ ખુલ્લો મુકવામાં આવ્યો.

આ ઉદ્દઘાટન સમારોહમાં ભાવનગરના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળની સાથે ઘોઘા ડેપ્યુટી કલેકટર ભૂમિકાબેન, ભાવનગર તાલુકા વિકાસ અધિકારી પાર્થ મિશ્રા, કોળિયાક ગામના સરપંચ જગદીશભાઈ, ગુંદી તેમજ લાખણકા ગામના સરપંચ, ભાવનગર જિલ્લા અને તાલુકાના વિભિન્ન વિભાગના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી.

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના રીજનલ આઉટરીચ બ્યુરો,અમદાવાદના નાયબ નિયામક નવલસંગ પરમારે સ્વાગત સાથે કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતાં જણાવ્યું કે સરકાર શિક્ષણની સાથે નોકરી અને વ્યવસાયની તકો આપી રહી છે અને વેતન સુરક્ષા સુનિશ્ચિત કરી છે,ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એલપીજી ગેસની કિંમતમાં ઘટાડો કરી લોકોને રાંધણગેસ ઓછી કિંમતે આપી રહી છે. બાળ અધિકારોમાં સુધારા કર્યા છે.મહિલા સુરક્ષા માટે ટ્રિપલ તલાક જેવી પ્રથાને નાબૂદ કરી છે નવા નવા અનેક બદલાવો લાવી નવી નવી યોજના બહાર પાડી રહી છે આવી જનકલ્યાણકારી યોજનાઓ વિશે છેવાડાના માનવી સુધી સચોટ માહિતિ સાથે માર્ગદર્શન પહોંચે તે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ છે.

સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે સૂચના અને પ્રસારણ મંત્રાલયના આ આયોજનને બીરદાવતાં જણાવ્યું કે મેળામાં ઉમટતો માનવ મહેરામણ હવે માહિતિ સભર પણ બનશે. અને સાચી માહિતી મળતાં તે યોજનાઓનો લાભ પણ લઇ શકશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ ફીટ ઈન્ડિયા અભીયાનની માહિતી આપતા કહ્યું કે સ્વસ્થ અને સશક્ત યુવાનો જ રાષ્ટ્રને વિશ્વમાં દરેક ક્ષેત્રે અગ્રેસર બનાવશે.

ફિલ્ડ આઉટરીચ બ્યરો, જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી એ કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સરકારના સ્વચ્છ ભારત અભિયાન,બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન તેમજ જલ સંરક્ષણ અભિયાન અંગે જાણકારી પુરી પાડી આ અભિયાનોમાં જાગૃત થઇ જોડાઇ જવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છ ભારતનો સંદેશ આપતી કેપનુ વિતરણ સાંસદના હસ્તે કરાયું. સાથે જ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી સૌ કોઈ સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાય તેવા આશય સાથે કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું.

 

Previous articleસિહોરના બ્રહ્મકુંડ ખાતે લોકમેળો યોજાયો
Next articleપેરોલ જમ્મ કરેલ  શાર્પશુટર યાસીન ઉર્ફે પેપાને અમદાવાદથી ઝડપી લેતી એલસીબી