બીજી ટેસ્ટમાં વિન્ડીઝ ઉપર ભારતનો ૨૫૭ રને વિજય

510

કિંગ્સ્ટન ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચ પણ ભારતે ૨૫૭ રને જીતી લઇને ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લીધી છે. આની સાથે જ  ભારતે નવો ઇતિહાસ રચી દીધો છે. જીતવા માટેના ૪૬૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ માત્ર ૨૧૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી બીજા દાવમાં મોહમ્મદ સામી અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિગ્સમાં શાનદાર સદી કરનાર હનુમા વિહારીની મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. બીજી ઇનિગ્સમાં પણ બોલરો છવાયેલા રહ્યા હતા. ભારતે સતત ચોથી ટેસ્ટ શ્રેણી કેરિબિયન મેદાનમાં જીતી લીધી છે. આ ટેસ્ટમાં  ભારતના પ્રથમ દાવમાં ૪૧૬ રન ઓલઆઉટના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ પ્રથમ દાવમાં માત્ર ૧૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જો કે ભારતે વિન્ડીઝને ફોલોઓનની ફરજ પાડી ન  હતી. ભારતે બીજી ઇનિગ્સમાં બેટિંગ કરીને વિન્ડીઝ સામે મોટો પડકાર મુક્યો હતો. ભારતે બીજા દાવમાં ચાર વિકેટે ૧૬૮ રન કરીને દાવ ડિકલેર કરી લીધો હતો. જેથી વેસ્ટ ઇન્ડિઝ સામે જીતવા માટે કુલ ૪૬૮ રનનો લક્ષ્યાંક આવી ગયો છે. ત્યારબાદ બીજી ઇનિગ્સમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ૨૧૦ રન કરીને આઉટ થઇ ગઇ છે.  બંને દેશો વચ્ચે ૧૨ ટેસ્ટ શ્રેણીનું આયોજન કેરેબિયન મેદાનમાં કરવામાં આવ્યું છે જે પૈકી ભારતે છેલ્લી ચાર ટેસ્ટ શ્રેણી જીતી છે. ૨૦૦૬માં ૧-૦થી, ૨૦૧૧માં ૧-૦ અને ૨૦૧૬માં ૨-૦થી ભારતે ટેસ્ટ શ્રેણી જીતી હતી. એન્ટીગુઆ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે રેકોર્ડ જીત મેળવીને ઇતિહાસ સર્જી દીધો હતો.  હવે વિન્ડીઝની સામે ભારતે  કુલ ૯૮ ટેસ્ટ મેચોમા ૨૨માં જીત મેળવી છે. જો કે વિન્ડીઝની ટીમ આંકડામાં હજુ  પણ ભારતથી ખુબ આગળ છે.  પ્રથમ ટેસ્ટ મેચ ૩૧૮ રને જીતી લીધા બાદ ભારતીય ટીમ આ ટેસ્ટ મેચ જીતીને વિન્ડીઝ સામે વધુ એક ટેસ્ટ શ્રેણી જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.  ટીમ ઇન્ડિયા વર્ષ ૨૦૦૬ બાદથી વિન્ડિઝમાં સતત ત્રણ વખત ટેસ્ટ શ્રેણી જીતી ચુકી છે.  અગાઉ વેસ્ટ ઇન્ડિઝની પ્રથમ ઇનિંગ્સમાં ઝડપી બોલર બુમરાહે હેટ્રિક લીધી હતી.  ભારતના પ્રથમ દાવમાં ૪૧૬ રન ઓલઆઉટના જવાબમાં વિન્ડિઝે કંગાળ શરૂઆત કરી હતી અને એક પછી એક વિકેટો નિયમિતગાળામાં ગુમાવી હતી. વિન્ડિઝના જોરદાર ધબડકામાં બુમરાહે ચાવીરુપ ભૂમિકા અદા કરી હતી. બુમરાહે ૧૬ રન આપીને છ વિકેટ ઝડપી હતી. પ્રથમ ટેસ્ટ મેચમાં પણ બુમરાહે તરખાટ મચાવ્યો હતો. ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં જોરદાર દેખાવ કરવામાં સફળ રહી છે. ખાસ કરીને બોલરો છવાઇ ગયા છે.

Previous articleયુએસ ઓપન : જોકોવિકને મેચથી ખસી જવાની ફરજ
Next article૨૦ અમીર કુટુંબો પાસે ૨૦ ગરીબ દેશો બરોબર સંપત્તિ