ચિદમ્બરમને તિહારની જેલમાં હાલ નહીં લઇ જવાની તૈયારી

430

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહી છે. અલબત્ત ચિદમ્બરમને હાલમાં તિહારની જેલમાં લઇ જવાશે નહીં. ચિદમ્બરમ સામે મુશ્કેલીઓ હાલ ઓછી થાય તેવા કોઇ સંકેત પણ દેખાઈ રહ્યા નથી. આજે કોર્ટમાં સીબીઆઈએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ચિદમ્બરમની કસ્ટડીની હવે કોઇ જરૂર દેખાઈ રહી નથી. કોર્ટે પણ જે નિર્ણય કરવા હોય તે કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં ચિદમ્બરમ તરફથી કોઇ રજૂઆત આજે કરવામાં આવી ન હતી. ચિદમ્બરમની મુશ્કેલી હાલના દિવસોમાં અવિરતપણે વધી રહી છે. થોડાક દિવસ સુધી ધરપકડને ટાળ્યા બાદ ચિદમ્બરમની અટકાયત તેમના આવાસ પરથી સીબીઆઈ દ્વારા હાલમાં જ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેમની સતત પુછપરછ ચાલી રહી છે અને તેમની કસ્ટડીમાં સતત વધારો થઇ રહ્યો છે. સીબીઆઈ દ્વારા ચિદમ્બરમને સેંકડો પ્રશ્નો કરવામાં આવી ચુક્યા છે. ચિદમ્બરમ અને અન્ય આરોપીઓ પર વિદેશમાં મોટાપાયે સંપત્તિ ખરીદવાનો આક્ષેપ થયેલો છે. ચિદમ્બરમ પર બેંક ખાતાઓને બંધ કરવાના પ્રયાસો કરવાના આરોપો પણ થયા છે.

Previous articleધર્મનાં નામે ધતિંગ : ગણેશોત્સવમાં યુવાનો દારૂ પીને નાચ્યા, ૮ની અટકાયત
Next articleચિદમ્બરમને મોટો ફટકો : પમી સપ્ટેમ્બર સુધી CBI કસ્ટડીમાં