નડાલ ૧૯મી ગ્રાન્ડ સ્લેમથી હવે માત્ર બે પગલા દુર રહ્યો

627

વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં પુરૂષોના વર્ગમાં સિગલ્સ તાજથી સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલ હવે બે પગલા દુર દેખાઇ રહ્યો છે. રાફેલ નડાલે ક્વાર્ટર ફાઇનલ મેચમાં પોતાના હરિફ ખેલાડી પર સીધા સેટોમાં ૬-૪, ૭-૫ અને ૬-૨થી જીત મેળવીને સેમીફાઇનલમાં આગેકુચ કરી લીધી છે. સ્પેનિશ સ્ટારે ડિએગોને હાર આપીને આગેકુચ જારી રાખી છે. તેની પાસે તેની કેરિયરની ૧૯મી ગ્રાન્ડ સ્લેમ જીતવાની હવે સુવર્ણ તક રહેલી છે. તે અમેરિકી ઓપનમાં આ તાજ અગાઉ ત્રણ વખત જીતી ચુક્યો છે. હવે તેને વધુ એક વાર આ તાજ જીતવા માટેની તક રહેલી છે. નડાલે શાનદાર રમત રમી હતી અને પોતાના હરિફ ખેલાડી સામે ૩૫ વિનર્સ શોટ ફટકાર્યા હતા. સેમીફાઇનલમાં નડાલની ટક્કર હવે ઇટાલીના બેરેટિની સાથે થશે. બીજા ક્રમાકિત નડાલે વર્લ્ડ રેન્કિંગમાં ૨૧મા ક્રમના ખેલાડી ડિયેગો શવાર્ટજમેન પર ૬-૪, ૭-૫ અને ૬-૨થી જીત મેળવી હતી. એક અન્ય કવાર્ટર ફાઇનલ મેચમાં ઇટાલીના બેરેટિનીએ મોટો ઉલટફેર કરીને ૧૩માં ક્રમાંકિત ખેલાડી ફ્રાન્સના મોન્ફિલ્સ પર પ્રથમ સેટ ગુમાવી દીધા બાદ ૩-૬, ૬-૩૬-૨, ૩-૬ અને ૭-૬થી જીત મેળવી હતી. આ મેચ પાંચ સેટ સુધી ચાલી હતી.  યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની  સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્પ્રસના નામ ઉપર છે.આ ત્રણેય ખેલાડીઓએ પુરુષ વર્ગમાં સિંગલ્સ સ્પર્ધા પાંચ-પાંચ વખત જીતી છે. જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ અને ક્રિસ એવર્ટ છ-છ વખત સિંગલ્સ સ્પર્ધાનો તાજ જીતી શકી છે. આ વખતે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમમાં ઓનકોર્ટ ક્લોક  પણ રહેશે.ઇલેક્ટ્રોનિક લાઇન કોલ રિવ્યુની શરૂઆત કરાઇ છે.બીજી બાજુ પુરૂષોના વર્ગમાં હવે રોજર ફેડરર અને રાફેલ નડાલ પાસે વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતી જવાની તક રહેલી છે. કારણ કે  જોકોવિક ખસી જતા તે હવે સ્પર્ધામાંથી બહાર થઇ ગયો છે. મહાન ખેલાડી  સેરેના વિલિયમ્સને વધુ એક ગ્રાન્ડ સ્લેમ જીતવા માટેની તક રહેલી છે. સિલિક પણ ચાર સેટોમાં હારી ગયો છે.  છઠા ક્રમાકિત જર્મનીના જ્વેરેવની પણ હાર થઇ છે. આ વખતે જોકોવિક ખસી જતા અને ઓસાકા હારી જતા હવે પુરૂષો અને મહિલા બંને વર્ગમાં નવા ચેમ્પિયન બનનાર છે..

આ વખતે યુએસ ઓપનમાં સૌથી વધારે અપસેટ સર્જાયા છે. શરૂઆતથી આની શરૂઆત થઇ હતી. સૌથી પહેલા વર્તમાન ચેમ્પિયન જોકોવિક ઘાયલ થઇ જતા તેને ખસી જવાની  ફરજ પડી હતી. ત્યારબાદ ફેડરરની પણ કારમી હાર થઇ ગઇ હતી.

Previous articleવન ડેમાં મિડલ ઓર્ડરનું પ્રદર્શન મારી મુખ્ય ચિંતા : વિક્રમ રાઠોડ
Next articleસ્મિથે ૧૨૧ ઇનિંગમાં ૨૬ સદી ફટકારી તેંડુલકરને પાછળ છોડ્યા