ઉનાળાની શરૂઆતમાં જ પેટ્રોલથી ચાલતી ફ્રંન્ટી ભડભડ સળગી ઉઠી

678
gandhi632018-1.jpg

ઉનાળાની શરૂઆત થતાં જ નાની કારો ગરમીના કારણે સળગી જતી હોય છે. જેમાં મોટા ભાગે ગેસથી ચાલતી કારો વધારે પ્રમાણમાં હોય છે પરંતુ આજ રોજ સેકટર – પ નજીક ખ-રોડ ઉપર ગાંધીનગરથી અમદાવાદ જતા કડીના મહેશભાઈ બાબુભાઈની પેટ્રોલથી ચાલતી મારૂતી ફ્રન્ટી નંબર જીજે -૧- એમવી-૮૦૧૦ અગમ્ય કારણોસર અચાનક ભડભડ સળગવા માંડી હતી. 
ખ-રોડ ઉપર સળગતી કાળને ઓલવવાનો સ્થાનિકો દ્વારા પ્રયત્ન કરાયો હતો પરંતુ કારની આગનું સ્વરૂપ જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી ત્યાં સુધીમાં આગે ચારે તરફથી કારને લપેટી ભડભડ સળગી ગઈ હતી. 
મહામહેનતે ફાયર બ્રિગેડે પણ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કાર પીંજરૂ બની ગઈ હતી.

Previous articleપાંચ IAS અધિકારીઓની બદલી
Next articleજિલ્લામાં સરકારી પરવાનગી વિના બોરવેલ કરવાની મનાઇ