આંબા ચોક ખાતે માતમી ઝુલુસ યોજાયું

575

ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં ખોજા શિયા ઈસ્ના ઈશરી જમા દ્વારા હ.ઈ. હુસૈન અ.સ.ને શ્રધ્ધાંજલિ પાઠવવા માટે જાહેર શોક મજલીસનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરઆને પાકથી કરેલ બાદ ભાવનગર રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવ સાહેબે પોતાની આગવી શૈલીમાં શ્રધ્ધાંજલિ આપતા તમામ ધર્મના લોકોને ભાઈચારાની સલાહ કરી બાદ આ શોક સભાના મુખ્ય વકતા મૌલાના કમર સુલતાન સાહેબે સંબોધન કરેલ તેમણે તેમના સંબોધનમાં હ.ઈ.હુસૈનના જીવન ચરિત્ર વિષે માહિતી આપેલ અને તેમણે ઈમામ હુસૈન અ.સ.એ યઝીદના ઝૂલ્મની સામે ઝૂકયા વગર માનવતાના સિધ્ધાંતોને બચાવવા માટે કુરબાની આપીત ેની વિગતો આપેલ કરબલાના શહિદોના માનમાં મોહર્રમ માસની દસમ તારીખે (આશુરાના દિવસે) તાજીયાઓ બનાવીને ઈમામનો ગમ મનાવે છે.  કરબલાના મેદાનમાં જે લોકોને શહિદ કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી નાની ઉમરના ૬ માસના બાળક હ. અલીઅસગર અ.સ.ની શહાદતની વિગત આપી હતી તેમજ નાના બાળકો તથા ઔરતો તેમજ વૃધ્ધો ઉપર ઝુલ્મો કરવામાં આવેલ તેની વિગતો આપતા સમગ્ર શોક મજલીસમાં ઉપસ્થિત માનવ મેદનીના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતાં. દિવસભર તમામ મનાવવામાં આવ્યા બાદ મોડી સાંજે બાદ ઝુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફરી તાજીયાને ટાઢા કરવા માટે ઘોઘા બંદર તરફ પ્રસ્થાન કરાયું હતું.

 

Previous articleઢસા શહેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા ઝુલુસ કાઢવામાં આવ્યું
Next articleઉમરાળા તાલુકાના જાલીયા ગામે વિજ્ઞાન મેળાનું આયોજન