તળાજાના પીથલપુર ગામે મહીલા દ્વારા માટીના ગણપતિ બનાવી ગણપતિ મહોત્સવ ઉજવ્યો

532

તળાજા ના પીથલપુર ગામે ઠેર-ઠેર ગણપતિ મહોત્સવ ઉજવ્યો હતો જેમા પ્લોટ વિસ્તારમાં રહેતા રમેશ ભાઈ ચૌહાણ ના પરિવારે ના મહિલા ઓ દ્વારા ખેતર માથી શુધ્ધ માટી લાવી ઘરેજ માટીના ગણપતિ બનાવ્યા હતા અને ધરે રંગ રોગાન કરી પધરામણી કરવામાં આવી હતી અને સવાર સાંજ સમસ્ત પરીવાર અને શેરી ના મહીલા દ્વારા જ પુજા અર્ચના કરવા આવતી હતી રમેશ ભાઈ ચૌહાણ ના જણાવ્યા મુજબ તેમનો પુત્ર રાહુલ ભાઈ આર્મી મા દેશ નીસેવા  કરતા હોય આર્મી મા ફરજ બજાવતા હોઈ અને મહિલા પણ જોબ કરતી હોઈ તો તેમનો વિચાર આવ્યો કે પર્યાવરણ ની જાળવણી માટે માટી નહિ ગણપતિ મહોત્સવ ઉજવો  ૧૦ દિવસ સુધી   ઉમંગ ભેર ભાવ ભરી ઉજવણી કરવામાં આવી હતી અને ગોપનાથ મહાદેવ મંદિર ખાતે વિશાળ સમુદ્ર મા જાતે જ માટી ના ગણપતિ બાપા ને લઈ જઈ નહી ડાન્સ નહી ડીજે નહી ઢોલ નગારા નહી અબીલ ગુલાલ સાદગી થી ગણપતિ બાપા ને ગણપતિ બાપા મોરિયા આગલે વર્ષ જલદી આ ના નાદ સાથે ભાવ ભરી વિદાય આપવા આવી હતી   સૌલોકો બોલી ઉઠ્યા હતા કે ધન્ય છે આ આર્મી જવાન અને પરીવાર ના મહીલા ને સુંદર વિચાર કરી ને માટીના ગણપતિ બનાવ્યા.

Previous articleસિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ સ્કુલમાં ગણપતિની ઈકો ફ્રેન્ડલી મુર્તિનું શાળા કેમ્પસમાં રાખેલ કુડા વિસર્જન કરાયું
Next articleઉમરાળા તાલુકાના ઠોંડા ગામે પ્રા.શાળામાં સત્ય પ્રેમ કરુણા ગૃપ દ્રારા વીસરાઇ ગયેલ શેરી રમતો યોજાઈ