ભારતીય ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

437

એક સમયે ટીમ ઇન્ડિયા માટે મહત્વના ખેલાડી તરીકે ઓળખાતા દિનેશ મોંગિયાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મોંગિયા ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી પામ્યો હતો. સારા બેટ્‌સમેનની સાથોસાથ તે સારી સ્પિન બોલિંગ પણ કરતો હતો. ૨૦૦૩ માં વિશ્વ કપમાં રનર્સ અપ રહેલી ટીમ ઇન્ડિયાનો તે સદસ્ય હતો. દિનેશ મોંગિયા અંદાજે પાંચ વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો હતો. જોકે તે ટીમ ઇન્ડિયા માટે તે ક્યારેય નિયમિત રૂપથી ખેલાડી તરીકે પસંદગી પામ્યો નથી.

મોંગિયાએ પોતાની પહેલી ઇન્ટરનેશનલ મેચ ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ વન ડે રમી હતી. જ્યારે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ ૨૦૦૭માં બાંગ્લાદેશ વિરૂધ્ધ રમી હતી. આ વર્ષે તે ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમ્યો હતો. જે બાદ આઇસીએલ રમતાં બોર્ડે પ્રતિબંધ મુક્યો હતો. તે ૨૦૦૩ વિશ્વ કપની ટીમ ઇન્ડિયાનો સદસ્ય હતો. તેણે પોતાની કેરિયરમાં ૫૭ વન ડે રમી હતી જેમાં ૧૨૩૦ રન બનાવ્યા હતા. તેણે પોતાની વન ડે કેરિયરમાં ૧૪ વિકેટ લીધી હતી. મોંગિયાએ પોતાની કેરિયરમાં એક માત્ર ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ સાઉથ આફ્રિકા વિરૂધ્ધ જ્હોનિસબર્ગમાં રમી હતી. તેના નામે માત્ર એક જ વન ડે સદી છે જે તેણો ઝિમ્બાબ્વે સામે ફટકારી હતી.

તેણે ગુવાહાટીમાં અણનમ ૧૫૯ રનની યાદગાર ઇનિંગ રમી હતી. જેમાં તેણે ૧૭ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. કેરિયરમાં એક પણ ટેસ્ટ મેચ ન રમનાર મોંગિયાએ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ પણ રમી હતી. તે લંકાશાયર અને લીસેસ્ટરશાયર માટે રમી ચૂક્યો છે.

Previous articleનાગાર્જુને પી.વી સિંધુને ગિફ્‌ટ કરી ૭૩ લાખની આલીશાન કાર
Next articleચીન ઓપનઃ પીવી સિંધુ અને સાઈ પ્રણીત બીજા રાઉન્ડમાં, સાઇના નેહવાલ બહાર