દુનિયાનો દિગ્ગજ પોકર પ્લેયર રૂ.૧.૩૬ કરોડની ઘડિયાળ પહેરી ભારત આવ્યો

472

ઈન્સ્ટાગ્રામ કિંગનુ ઉપનામ મેળવનાર દુનિયાના સૌથી મોટા પોકર પ્લેયર ડેન બિલ્જેરિનની ભારત મુલાકાતની ચર્ચા થઈ રહી છે. પોકર પત્તાની એક રમત છે અને તે અમેરિકામાં અને બીજા દેશોમાં લોકપ્રિય છે. તેના પર લાખો કરોડો ડોલરનો જુગાર રમાતો હોય છે. ડેન બેલ્જેરિયન મોખરાનો પોકર પ્લેયર મનાય છે. જોકે તે તેની લાઈફ સ્ટાઈલના કારણે વધારે ચર્ચામાં રહે છે. તેણે ભારતમાં ગોવામાં રમાયેલી ઈન્ડિયા પોકર ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટ દરમિયાન પણ ડેને હાથ પર પહેરેલી ઘડિયાળ પર સૌની નજર હતી.વાત એમ છે કે, ડેન જે ઘડિયાળ પહેરે છે તેનુ નામ રિચાર્ડ મિલ આરએમ૧૧-૦૩ છે અને તેની કિંમત ૧.૯૧ લાખ ડોલર એટલે કે લગભગ ૧.૩૬ કરોડ રુપિયા હોવાનુ મનાય છે.

હંમેશા યુવતીઓથી ધેરાયેલા રહેતા ડેનના ફોટા ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવતા હોય છે. તેના ૨.૮૦ કરોડો ફોલોઅર ઈન્સ્ટાગ્રામ પર છે. ડેન બેલ્જેરિયનને સાપ અને મગરમચ્છો જોડે રમવા જેવા વિચિત્ર શોખ પણ છે. તે લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે અને પોકરનો સૌથી જાણીતો પ્લેયર પણ છે.

Previous articleચીન ઓપનઃ પીવી સિંધુ અને સાઈ પ્રણીત બીજા રાઉન્ડમાં, સાઇના નેહવાલ બહાર
Next articleશેરબજારમાં રેંજ આધારિત કામકાજ : ૮૩ પોઇન્ટ અપ