શહેર કક્ષાની બાલ પ્રતિભા શોધ સ્પર્ધા યશવંતરાય ખાતે યોજાઈ

517

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જીલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી ભાવનગર સંચાલિત મહાપાલિકા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યશવંતરાય નાટયગૃહ ખાતે યોજાઈ ગઈ. જેમાં બાળ કલાકારોના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. વિવિધ ૧૩ સ્પર્ધાઓના ૩૭પ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં રપ જેટલા નિર્ણાયકઓએ સેવા આપી હતી. જેમાં વિવિધ સ્પર્ધામાંથી ૧ થી ૩ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં વકતૃત્વ સ્પર્ધા અ વિભાગ પ્રથમ રાણા દ્રષ્ટિબા મહેન્દ્રસિંહ, દ્વિતિય ત્રિવેદી ધ્રુવીત  વિમલભાઈ, તૃતીય રાજયગુરૂ ધિમહી મનીષભાઈ અને વકતૃત્વ બ વિભાગમાં પ્રથમ જોગી જુસ્ય વિમલભાઈ, દ્વિતિય શુકલ મીરા દર્શન, તૃતિય ઉપાધ્યાય દત્તે દિવાનકરભાઈ, જયારે લોકનૃત્ય ખુલ્લો વિભાગ પ્રથમ સિસ્ટર નિવેદીતા વિદ્યાલય, લોકવાદ્ય બ વિભાગમાં પ્રથમ દવે હર્ષ ભરતભાઈ, દ્વિતિયા માંડળીયા વેદ કિરીટભાઈ, તૃતીય શાહ જીનય કેતનભાઈ, લોકગીતમાં ખુલ્લો વિભાગ પ્રથમ વાઢેર છાયા હરેશભાઈ, દ્વિતિયા ગઢયા વેદહી ભરતભાઈ અને તૃત્ય બારૈયા સરયુ અશોકભાઈ, લગ્નગીતમાં અ વિભાગ પ્રથમ મકવાણા ભારતી તુલસીભાઈ, દ્વિતિય ચૌહાણ પ્રગતિ ધર્મેન્દ્રભાઈ, લગ્નગીત બ વિભાગ પ્રથમ વાઢેર છાયા હરેશભાઈ, દ્વિતિય વાળા કિર્તિ ચેતનભાઈ, તૃતિયા જાડેજા પ્રિયાબા કુલદિપસિંહ, એક પાત્રીય અભિનય અ વિભાગ પ્રથમ, ત્રિવેદી અધ્યા કે, દ્વિતિય ચૌહાણ માનવ સુર્યકાંતભાઈ તૃતય ચૌહાણ કે.વી. પંકજભાઈ, એક પાત્રિય અભિનય બ વિભાગ પ્રથમ પંડયા અનુષ્કા તેજશભાઈ, દ્વિતિય રાઠોડ રિષિતા જીગ્નેશભાઈ, તૃતય જાદવ નેર્સંગી કમલેશભાઈ, નિબંધ અ વિભાગ પ્રથમ  માણિયા રૂદ્ર હરેશભાઈ, દ્વિતિય જાની હાર્દ સુરેશભાઈ, તૃતિયા જોશી હિંમાશી દિપકભાઈ, નિબંધ બ વિભાગ પ્રથમ જાનિ કૃતજ્ઞા નરેશકુમા, દ્વિતિય જસાણી કર્મ વિશાલભાઈ, તૃતિયા વાઢેર ખુશાલી હરેશભાઈ, ભજન ખુલ્લો વિભાગ પ્રથમ પરમાર મનસ્વી  દિનેશભાઈ, રામકબીર દેવ નિલનભાઈ, તૃતિય નાકરાણી તમન્ના દિપકભાઈ, સર્જનાત્મક કામગીરી અ વિભાગ પ્રથમ રાઠોડ પાયલ રણછોડભાઈ, દ્વિતિય દવે અંજલિ રાજેશકુમાર, તૃતિય વાઘેલા સાક્ષી જીતેન્દ્રકુમાર, સર્જનાત્મક કામગીરી બ વિભાગ પ્રથમ જાદવ નેસરગી કમલેશભાઈ, દ્વિતિય શાહ દેવમ મીતેશભાઈ, તૃતિય ઝાલા નિયતીબા નિરજસિંહ, ચિત્ર કલા અ વિભાગ પ્રથમ ચૌહાણ હસ્તી ધર્મેન્દ્રસિંહ, દ્વિતિય અંધારિયા નિધિ નેહલકુમાર  તૃતિય કલસારા નિષી અલ્પેશભાઈ, ચિત્ર કલા બ વિભાગ પ્રથમ પટેલ હસ્તી મેહુલભાઈ, દ્વિતિય વાઘેલા હસ્તી દિપકભાઈ, તૃતિય ડોડિયા ત્વીશા મહેશભાઈ, દોહા છંદ ચોપાઈ ખુલ્લો વિભાગ  પ્રથમ પરમાર મનસ્વી દિનેશભાઈ, દ્વિતિય જોષી ભવ્ય પ્રવિણભાઈને જિલ્લા યુવા વિકાસ અધિકારી ડો. અરૂણભાઈ જે ભલાણી  દ્વારા બાળકોને ઈનામી આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

Previous articleતળાજા ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ શિબિરનો પ્રારંભ
Next articleઉરી ફિલ્મ સુપરહિટ છતાં યામી ગૌતમને ફાયદો નહી