અમિત પંઘાલે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી ઈતિહાસ રચ્યો

437

ભારતીય બોક્સર અમિત પંઘાલે રશિયામાં યાજાયેલી વર્લ્ડ મેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં જ્વલંત વિજય મેળવીને ફાઈનલમાં સ્થાન બનાવી ઈતિહાસ રચ્યો છે.

વર્લ્ડ મેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચનાર અમિત પંઘાલ પ્રથમ ભારતીય બન્યો છે.

રોહતકના અમિત પંઘાલનો શુક્રવારે સેમિફાઈનલ મુકાબલો અફઘાનિસ્તાનના બોક્સર સાકેન બિબોસિનોવ સામે થયો હતો. તેણે સાકેનને અંતિમ ચાર સ્ટેજમાં મ્હાત આપી હતી. અમિતે કઝાકિસ્તાનના ખેલાડીને ૨૭-૩૦, ૨૯-૨૮, ૨૮-૨૯, ૨૮-૨૯, ૨૯-૨૮ના સ્કોરથી પછાડીને ઈતિહાસ રચ્યો હતો. હવે શનિવારે ફાઈનલમાં અમિત ઉઝબેકિસ્તાનના બોક્સર શાખોબિદીન ઝોઈરોવ સામે ટકરાશે. અમિત પંઘાલ એશિયન ચેમ્પિયનશિપ ૨૦૧૭માં ૪૯ કિ.ગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ વિજેતા રહ્યો હતો.

જ્યારે ૨૦૧૮માં તે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. આ વર્ષે ૫૨ કિ.ગ્રા વર્ગમાં તે એશિયન ગેમ્સમાં ચેપ્યિન રહ્યો હતો.

આ અગાઉ ભારતના વિજેન્દર સિંહ (૨૦૦૯), વિકાસ ક્રિષ્ના (૨૦૧૧), શિવ થાપા (૨૦૧૫) તેમજ ગૌરવ ભિદુરીએ (૨૦૧૭) વર્લ્ડ બોક્સિંગમાં મેડલ વિજેયા ખેલાડીઓ રહ્યા છે.

Previous articleધોનીનો સમય પૂરો, બહાર કરતા પહેલા વિદાય મેચનો હકદાર : ગાવસ્કર
Next articleધોની-રોહિત જેવા ખેલાડીઓને કારણે કોહલી કેપ્ટન્સી સારી કરે છેઃ ગંભીર