ઇંગ્લેડના ક્રિકેટર મોઇન અલી ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેકની જાહેરાત કરી

458

કેટલાક ક્રિકેટર્સે રિટાયર્ટ થવાની જાહેરાત કરતા કંઈક અલગ રીત અપનાવી છે. બ્રેક લેવાની. માનવામાં આવી રહ્યું છે કે, પ્લેયર્સ પોતાના દેશની ટીમમાં સિલેક્શન ન થવા પર પોતાની નારાજગી માટે આ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાનના પેસર વહાબ રિયાઝે ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. હવે આ મામલામાં ઈંગ્લેન્ડના મોઈન અલી નું નામ પણ સામેલ થયું છે. સંયોગ એ પણ છે કે, હાલમાં જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પોતાના પ્લેયર્સ માટે કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. તેમાં ટેસ્ટ કોન્ટ્રાક્ટમાં મોઈન અલીનું નામ નથી. અલીના આ નિર્ણય પર તેમના ટાઈમિંગને બહુ જ પસંદ કરવામાં આવ્યો છે. મોઈને એવા સમયે બ્રેકની જાહેરાત કરી છે, જ્યારે તેમનું નામ એ ટેસ્ટ સંબંધિત પ્લેયર્સના લિસ્ટમાં નામ નથી. આવામાં એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે, ક્યાંક અલીએ આ નિર્ણય નારાજગીમાં તો નથી લીધો ને. જોકે, ઈસીબી તરફથી આવા કોઈ સંકેત મળ્યા નથી. ઈસીબી પણ અલીના આ નિર્ણયને સપોર્ટ કરે છે તેવુ લાગે છે.

Previous articleયુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા સાબિત કરવા પૂરતી તક અપાશેઃ શિખર ધવન
Next articleભારત-આફ્રિકા વચ્ચે ત્રીજી ટ્‌વેન્ટી મેચને લઇને રોમાંચ