વેરાવળ – “પાટણ શહેરમાં બીસ્માર રસ્તા, અપુરતી સફાઈ, ગેરકાયદેસર રખડતા ઢોર ઢાંખસતા કાયમી ઉકેલ લાવવા માંગ

474

વેરાવળ ના સામાજીક કાર્યકર અને જીલ્લા ભાજપ મંત્રી રિતેશ ફોફંડી આજે જિલ્લા કલેકટર ને લેખિતમાં રજૂઆત કરેલ જેમા જણાવ્યું હતું કે વેરાવળ શહેરમાં ગંદકીનું સામ્રાજય તેમજ બિસ્માર રોડ, રસ્તા, ઢોર ઢાંખરના ત્રાસ ના કારણે શહેરમાં વસવાટ કરતા નાગરીકોને ખૂબ જ યાતનાઓ વેઠવી પડે છે કયાંક રોડ – રસ્તા માં મસમોટા ખાડાઓ અને ઉબડ ખાબડ પરિસ્થિતિને કારણે બાળકો, વૃધ્ધો, યુવાનો, સ્ત્રી, પુરૂષોના અવાર નવાર એકસીડન્ટ થાય છે, તો અશકત લોકો, પેશન્ટ, સગર્ભા સ્ત્રીઓની હાલત તો ખુબ જ દયનીય બનની જાય છે.તેમજ વેરાવળ અને પાટણ શહેરમાં સાફ સફાઈ, ગટરોના પાણી, સીવેજ ડેમેજ ના અભાવના કારણે રોગચાળાથી લોકો

પીડાઈ રહયા છે તેમજ દવાખાના ખંર્ચ અને જીવલેણ બિમારીઓના સંપતિ અને જીવ બન્ને ખોઈ રહ્યા છે. શહેરમાં બીનવારસુ રખડતા ઢોર રસ્તા ઉપર અડ્ડાઓ જમાવી બેઠા છે ત્યારે ટ્રાફીકના મોટા પ્રશ્ન ઉભા થાય છે અને ઢોર ઢાંખર ગમે ત્યારે બાખડે છે ત્યારે નિર્દોષ વ્યક્તિઓ સાથે અકસ્માત થાય છે.ત્યારે આ બધી અવ્યવસ્થા માટે જવાબદાર કોણ ? સરકાર, અધિકારી, કોન્ટ્રાકટર ,નગરપાલીકા કે સંલગ્ન સંસ્થાઓ ? આ વિષય એડમીનીસ્ટ્રેશનનો છે. નાગરીકો જ્યારે સરકારના નિયમનું પાલન કરતા હોય ટેક્ષ ભરતા હોય તો વહીવટી સુશાસન આપવાની જવાબદારી પણ રહે છે ત્યારે અમુક ભ્રષ્ટચારી અમલદારો પદાધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે ની મીલીભગત કારણે સરકારી ફંડ નો દુર ઉપયોગ કરી નબળી કામગીરી કરતા હોવાનુ જણાવ્યું હતું જેથી રોડ ની મરામત તેમજ શહેરમાં સફાઇ ઢોર ઢાંખર નો યોગ્ય નિકાલ વહેલી તકે કરવામાં આવે તેમજ ફરી રોડ રસ્તાઓ બનવવમા મા આયોજન પુર્વક કામગીરી કરવામાં આવે તેમ ગીર સોમનાથ જિલ્લા કલેકટર ને લેખિતમાં રજૂઆત રીતેશ ફોફંડી.

Previous articleવેરાવળ પ્રાંત અધિકારીએ ગઇરાત્રે હનુમાન મંદિર અને દરગાહ જમીનદોસ્ત કરતા હિન્દુ મુસ્લિમ સમાજમાં ભારે તંગદિલી સાથે સન્નાટો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે