નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીનીઓ દ્વારા રાસની રમઝટ બોલાવી

634

સમગ્ર ગોહિલવાડ પંથકમાં નવરાત્રી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરમાં નવરાત્રી રાસ ગરબાનાં અનેક જાહેર આયોજનો થયા છે અદ્યતન ઓરકેસ્ટ્રા અને લાઈટ-સાઉન્ડનાં સથવારે રાસ-ગરબાની રમઝટ ચાલી રહી છે. નવરાત્રીનાં બીજા દિવસે સાંજે અને રાત્રીનાં સમયે જોરદાર વરસાદનાં ઝાપટા પડયા હોવા છતા ખેલૈયાઓ રાત્રીનાં રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરાયેલ છે. જેમાં બહેનો રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે .  નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન  કરવામાં આવ્યું હતું. જેમાં અદ્યતન, ઓરકેસ્ટ્‌્રા, લાઈટ સાઉન્ડના સથવારે વિદ્યાર્થીનીઓ દ્વારા  ટ્રેડીશ્નલ વસ્ત્રોથી સજજ થઈ રાસની રમઝટ બોલાવી હતી.         તસવીર : મનીષ ડાભી

Previous articleશપીબ્રેકરોના પડતર પ્રશ્ને કસ્ટમના ડે. કમિ. ત્રિપાઠીને રજુઆત કરાઈ
Next articleરિતિકની વોર ફિલ્મને બોક્સ ઓફિસ ઉપર શરૂમાં સફળતા