ઘોર અંધારી રે…. રાતલડીમાં નિકળ્યા ચાર અસવાર….

626

ખેલૈયાઓનાં માનીતા તહેવાર નવરાત્રિ પર્વની ભાવનગર શહેરમાં ધમાકેદાર ઉજવણી ચાલી રહી છે. નવરાત્રિનાં ત્રીજા દિવસે વીજળીનાં કડાકા અને વાદળોનાં ગડગડાટ સાથે સાંજનાં સમયે વરસાદી માહોલ બંધાયો હતો પરંતુ વરસાદ નહી વરસતા ખેલૈયાઓને કોરા મેદાનમાં રાસ-ગરબા આવાની મજા પડી ગઈ હતી. ભાવનગર શહેરમાં વિવીધ સંસ્થાઓ અને મંડળો દ્વારા જાહેર ગરબાનાં આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં સંસ્કાર મંડળ ખાતે આવેલ. દિપક મેમોરીયલ હોલમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રાસ-ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન જાગૃત સેન્ટરના પ્રમુખ પ્રદિપભાઈ શાહ, જૈન સોશ્યલ ગૃપ (ઈસ્ટ)ના પ્રમુખ હેમલભાઈ શાહ, જૈનજાગૃતિ સેન્ટર (લેડીંઝ વીંગ)ના પ્રમુખ ઉર્મીબેન શાહ, જૈન સોશ્યલ ગૃપ (ગોરવ)ના પ્રમુખ વિક્રમભાઈ શાહ, જૈન સોશ્યલ ગ્રુપ (ઈસ્ટ યુવા ફોરમ)ના પ્રમુખ રોનક પારેખ, પ્રોજેકટ ચેરમેન ચંદ્રેશભાઈ શાહ તથા કાર્તિકભાઈ શાહ સહિત હોદ્દેદારો, સભ્યો, પરિવારજનો સહિત ખેલૈયાઓ ઓરકેસ્ટ્રાનાં સથવારે રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. જેમાં આયોજકો દ્વારા ૧૦૦થી વધુ ઈલેકટ્રીક દાંડીયાની થીમ દ્વારા દાંડીરાસનું અનોખુ આયોજન કરવામાં આવ્યું હતું.                  તસવીર : મનીષ ડાભી

Previous articleભાજપ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી
Next articleકંગના રાણાવત હાલ પંગા સહિત ૪ ફિલ્મમાં ચમકશે